Saturday, December 14, 2024
HomeGujaratપશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ મોરબી વર્તુળ કચેરી આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો...

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ મોરબી વર્તુળ કચેરી આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો આવતીકાલથી પ્રારંભ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, મોરબીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦/૧૧/૨૦૨૪ થી તા. ૦૨/૧૨/૨૦૨૪ દરમ્યાન સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, નાની વાવડી મોરબી ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કમૅચારીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા મોરબી વર્તુળ કચેરીમાં યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. ૩૦/૧૧/૨૦૨૪ થી ૦૨/૧૨/૨૦૨૪ સુધી મોરબીના નાની વાવડી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કુલ ૦૮ વર્તુળ કચેરીઓની ટીમ ભાગ લેશે. જે ટુર્નામેન્ટ નોક આઉટ પદ્ધતિથી નિર્ણય કરવામાં આવશે. તેમજ રનીંગ કોમેન્ટ્રીની પણ વ્યવરથા કરવામાં આવી છે.. જે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તા. ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે, સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, નાની વાવડી, મોરબી ખાતે કરવામાં આવશે. જે ટુર્નામેન્ટમાં રોજ કુલ ત્રણ મેચ રમાડાશે. જેમાં પ્રથમ મેચ અમરેલી વર્તુળ કચેરી અને જુનાગઢ વર્તુળ કચેરી, દ્વિતીય મેચ અંજાર વર્તુળ કચેરી અને ભાવનગર વર્તુળ કચેરી વચ્ચે અને ત્રીજી મેચ પોરબંદર વર્તુળ કચેરી અને મોરબી વર્તુળ કચેરી વચ્ચે રમાય તેવું આયોજન કરાયું છે. જે ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા અને કાર્યક્રમને દિપાવવા પીજીવીસીએલ નિગમિત કચેરી મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા તેમજ નિગમિત કચેરી રાજકોટ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેથી ક્રિકેટ પ્રેમી જનતાને અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ટુર્નામેન્ટમાં પધારી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોરબી વર્તુળ કચેરી વતી ડી.આર.ઘાડિયા, અધિક્ષક ઇજનેર, કે.સી.ડામોર, સહાયક સચિવ અને વર્તુળ કચેરી, મોરબીની વ્યવસ્થાપક સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!