Sunday, June 22, 2025
HomeGujaratભૂગર્ભના કામ બાદ કરાયેલ વેઠ ને ઢાંકવા વેટમિક્સ નાખવાનું શરૂ:મોરબી મનપા દ્વારા...

ભૂગર્ભના કામ બાદ કરાયેલ વેઠ ને ઢાંકવા વેટમિક્સ નાખવાનું શરૂ:મોરબી મનપા દ્વારા લાતીપ્લોટમાં કામગીરી શરૂ

મોરબી મહાનગર પાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં.૨, ૩, ૪ અને ૭ માં ભારે વરસાદના કારણોસર રસ્તો ખરાબ થતો હતો. જેથી શેરી નં. ૨ માં વેટમિક્ષ નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે શેરી ૩, ૪ અને ૭ માં ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં.૨, ૩, ૪ અને ૭ માં ભારે વરસાદના કારણોસર રસ્તો ખરાબ થતો હતો. જે અંતર્ગત સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા શેરી નં.૨ માં વેટમીક્ષ નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને શેરી નં.૩, ૪ અને ૭માં વેટમીક્ષ નાખવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે.

ત્યારે અગાઉ જ્યારે ભૂગર્ભ નાખવાનું કામ કરાયું ત્યાર બાદ તે લાઇન નું બૂરાણ કરવામાં વેઠ ઉતારવામાં આવી હતી જેને કારણે અનેક લોકોના વાહનો ફસાયા અને નાની મોટી નુકશાની પણ વેઠવી પડી ત્યારે હવે તંત્રના સ્ટાફ દ્વારા કરાયેલ ભૂલ ને કારણે વાહનચાલકોએ નાની મોટી નુકશાની તો ભોગવી પરંતુ સાથે જ હવે વેટ મિક્સ નાખવાનો ખર્ચ પણ પ્રજાએ ભરેલ ટેક્સ માંથી જ કરવાનો છે એટલે તંત્ર ની ભૂલનો સંપૂર્ણ બોઝો અંતે તો પ્રજા પર જ પડવાનો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!