Thursday, January 9, 2025
HomeGujaratમોરબી માળિયા AAP નાં ઉમેદવારે શું કર્યો આક્ષેપ ? કેમ માગ્યું પોલીસ...

મોરબી માળિયા AAP નાં ઉમેદવારે શું કર્યો આક્ષેપ ? કેમ માગ્યું પોલીસ પ્રોટેક્શન? વાચો અહી. 

મોરબી માળિયા વિધાનસભા આપ નાં ઉમેદવાર દ્વારા ભાજપ દ્વારા ગાડી ચડાવી દેવાના પ્રયાસ સાથે પોલીસમાં લેખિત અરજી કરી હતી જેમાં કોંગ્રેસ પણ સમર્થનમાં આવી આં ઘટનાની ટીકા કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી માળિયા વિધાનસભા પર મતદાન ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી માળીયા બેઠક પર ચૂંટણી જંગ જામી રહ્યો છે એવામાં આજે મોડી સાંજે મોરબી માળીયા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા જ્યારે નવલખી રોડ પર આવેલ યમુના નગરમાં પ્રચાર કરતાં હતા એ દરમ્યાન તેના પર ભાજપનાં ઝંડાવાળી ખુલી જીપ વડે આવી અને જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને સાથે જ મોરબી પોલીસ મથકે પણ મોટી સંખ્યામાં આપના ઉમેદવારો પહોચ્યા હતાં અને આવા વ્યક્તિઓ વિરૂદ્ધ સીસીટીવી સાથે મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી સાથે સાથે પોલીસ પ્રોટેક્શન માટે પણ અરજી કરતા પોલીસે સુરક્ષા પુરી પાડવા જણાવ્યું હતું આં સાથે જ આપ જિલ્લા પ્રમુખ વસંત ગોરીયા દ્વારા પણ આવી ઘટના ભાજપ દ્વારા કરવામાં આવતા વખોડી કાઢી હતી અને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે

મોરબી માળિયા આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર પર કોંગ્રેસ આગેવાનો પણ મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા જેમાં મોરબી કોંગ્રેસ આગેવાન અને પ્રદેશ મહામંત્રી મનોજ પનારા પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે આપ નાં સમર્થનમાં પહોચ્યા હતાં અને આં ઘટનાએ વખોડી કાઢી હતી અને પોલીસ ને પણ તટસ્થ તપાસની માંગ કરી હતી.

જો કે ઘટનાની ગંભીરતા ની નોંધ લઈ મોરબી બી ડિવિઝન પીઆઈ પી. એ. દેકાવડિયા,એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે એ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનિય છે કે હવે મતદાન ને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસતંત્ર સતત કાર્યશીલ છે અને તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે એ હેતુથી એલર્ટ રહે છે સાથે જ તમામ ચૂંટણી લક્ષી નાની મોટી તમામ ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહી છે અને આવી ઘટનાઓની જાણ થાય તો સીધો નજીકના પોલીસ મથક અથવા કલેકટર કંટ્રોલ રૂમને જાણ કરવા અને શાંતિ જાળવવા અપીલ કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!