*”જોઈતો નથી સૂર્ય જેવો ઝળહળ મને, નાનકડા દિપક સમ ઉજાસ રાખજે દોસ્ત…”*
“જીવનમાં ઓછામાં ઓછાં બે મિત્ર તો હોવા જ જોઈએ.એક કૃષ્ણ જેવો જે લડે નય પણ જીત નક્કી અપાવે અને બીજો કર્ણ જેવો જે હાર પાકી હોય તો પણ સાથ ના છોડે.”
આમ તો મિત્રતા માટે બે શબ્દ હોય તો પણ મિત્ર નો અર્થ આપી જાય છે પણ આજે મિત્રતા દિવસ ના દિવસે મિત્ર વિશે થોડું ઊંડાણ પૂર્વક અર્થ જાણીએ તો મિત્ર ના ગુણો ની ચર્ચા કરી એ કે સાચો મિત્ર જેવો હોવો જોઈએ.
દોસ્ત,સખો, મિત્ર આ એક એવો સંબંધ છે કે જે માણસ પોતે બનાવે છે. બાકી બધા સંબંધ આપણા જન્મ સાથે જ બની જાય છે. પરંતુ મિત્રતા એક એવો સંબંધ છે જે સગો ન હોવા છતાં પણ સગાં જેવો જ સંબંધ હોય તેવો અહેસાસ કરાવે છે. મિત્રતા કોઈ પણ ઉંમરની વ્યક્તિ સાથે અને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર થઈ જતો સંબંધ છે. મિત્રતા બે વ્યક્તિ વચ્ચે ગાઢ વિશ્વાસ અને નિષ્ઠાવાન સંબંધ છે. જે આપણા બધા સમય ના અદ્રશ્ય રીતે આપણી સાથે હોય અને આપણા ને કહે કે મૂંઝાતો નહિ દોસ્ત અમે બેઠા છીએ બસ અમે બેઠા છીએ આ શબ્દ પર આખું યુદ્ધ જીતી જવાય છે આ મિત્રતા ની તાકાત છે.જે લોકો મિત્રતા ને માને છે સમજે છે તેના માટે મિત્ર એ ઈશ્વર ના સાથે થી વિશેષ કાઈ નથી અને મારી વ્યાખ્યા મુજબ મિત્ર એટલે ઈશ્વર દ્વારા આપવામાં આવતું એક એવું પાત્ર જે કોઈ પણ પરિસ્થિતિ કે સમયમાં તમારી સાથે અડીખમ ઉભુ રહે છે.આવા મારા તમામ મિત્રો માટે હું હર એટલું જ કહેવા માંગુ છું કે હર હંમેશા તમારા જેવા દોસ્તો માટે ખડેપગે ઊભો રહેવા તૈયાર છું.કોઈ પણ સ્થિતિ હોય કે કોઈ પણ સમય હોય મિત્ર એ મિત્ર હોય સમય થી ડરી રસ્તા બદલે એ તો કાયરતા ની નિશાની છે અને સમય જોઈ મિત્રતા કરે એ સ્વાર્થ ની નિશાની છે.બધા હોશિયાર છે પણ મિત્રતા થી વધારે સારો શબ્દ એકેય નથી જ્યાં સ્વાર્થ નથી ફકત સાથ અને પ્રેમ ની ભાવના છે.
જીવન માં ઘણા સગા સંબંધી તથા પરિવારજનો હોવા છતાં મિત્રતા એક ખૂબ જ મૂલ્યવાન સંબંધ છે, કારણ જીવન માં ઘણા એવા ખુશી કે દુઃખ ના પળ આવે છે જે આપણે એક સાચા મિત્ર સાથે જ શેયર કરી શકીએ છીએ.
મિત્રતા એક અંતરંગ સંબંધ છે જેનાં પર હંમેશા વિશ્વાસ મૂકી શકાય છે.એક સાચો મિત્ર આપણી જીંદગી માં મેઘધનુષની જેમ સાતે રંગ ભરી દે છે.
લી.અતુલ જોશી
HappyFriendshipDay