Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જીલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે મહિનામાં ગંભીર ગુનાઓનું સરવૈયું શુ છે...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે મહિનામાં ગંભીર ગુનાઓનું સરવૈયું શુ છે વાંચો વિગતવાર.

રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહના માર્ગદર્શન મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ગત તા.૦૬/૦૪/૨૦૨૨ ના રોજ મોરબી એસપી તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની જાળવણી માટે અનડિટેકટ ગુનાઓ શોધી ગુનેગારો વિરૂધ્ધ અસરકારક કાયદાકીય કામગીરી કરવા મોરબી જિલ્લા પોલીસ જરૂરી માર્ગદર્શન તથા સુચના આપ્યા બાદ મોરબી જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં મોરબી પોલીસ દ્વારા છેલ્લા એકાદ માસમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે જેનું સરવૈયુ આપણે જાણીશું હાલ માં લૂંટ સહિત અનેગ ગંભીર ગુનાઓ નો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે જુદા જુદા અને મોટા ગણાતા ૧૫ થી વધુ ગુનાઓના ભેદ ઉકેલી આરોપીઓને જેલ હવાલે કર્યા છે તો અપહરણ કરાયેલ બાળકને પણ જુદી જુદી ટિમો બનાવી બાળકને જામનગર થી શોધી લાવવામાં સફળતા મળી હતી અને બાળકને પરિવાર જનોને સોંપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ચાલો નજર કરીએ મોરબી જિલ્લા પોલીસની છેલ્લા બે માસની કામગીરી પર..

મોરબી જીલ્લામાં છેલ્લા બે મહીનામાં પોલીસે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર ગુનાઓને આરોપીઓને પકડી ભો ભીતર કર્યા હોવાના આંકડા જાહેર કર્યા છે જેમાં મોરબી જીલ્લાના મોરબી એલસીબી, ટેક્નિકલ સેલ, મોરબી એસઓજી ટિમ, મોરબી શહેર એ ડીવીઝન, મોરબી શહેર બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ મથક, હળવદ પોલીસ મથક, માળિયા મી.પોલીસ મથક, ટંકારા પોલીસ મથક સહિતની પોલીસ ટીમોને મોરબી જીલ્લામાં બનેલી ચોરી લૂંટ અપહરણ સહિતના ગુનાઓને ભેદ ઉકલેવામાં સફળતા મળી છે.

જેમાં પોલીસે સત્તાવાર આંકડા નીચે મુજબ જાહેર કર્યા છે.

(૧) મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર ગઇ તા. ૩૧/૦૩/૨૦૨૨ નારોજ સોમનાથ ટ્રાવેલ્સની રાજકોટ-ભુજ રૂટની લકઝરી બસમાં રાજકોટ થી વી.પટેલ ” નામની આંગડીયા પેઢીના રોકડા રૂપીયા ભરેલ પાર્સલ નંગ-૦૫ જેમાં રોકડા રૂ.૧,૧૯,૫૦,૦૦૦/- ની અજાણ્યા ઇસમોએ હ્યુન્ડાઇ વેન્યુ કારમાં આવી ફરી,તથા સાહેદોને તલવાર બતાવી તથા ગીલોલથી પત્થર મારી ઇજા કરી લુંટ કરી ગુનાને અંજામ આપેલ હતો જે ગુનો વણશોધાયેલ હોય જેથી સદરહુ ગુનો શોધી કાઢવા મોરબી પોલીસની અલગ અલગ ટીમોએ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તથા કાર તથા મુદામાલ શોધી કાઢવા પુરતા પ્રયત્નો હાથ ધરેલ જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓને સંડોવાયેલ હ્યુન્ડાઇ વેન્યુ કાર, તથા મુદામાલમાં ગયેલ રોકડ રકમ પૈકી રોકડા રૂ.૭૯,૩૪,૦૦૦/ નો મુદામાલ રીકવર કરી વણશોધાયેલ લુંટનો ગુનો ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

(૨) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત લ તા.૦૧/૦૪/૨૦૨૬ ના રોજ રફાળેશ્વર નજીક દરીયાલાલ હોટલ પાછળ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેઝ ટાઇલ્સ પ્રા લી. ખાતેથી પ્રેસમશીનમાં ઉપયોગ થતાં ઇલે. કાર્ડ નંગ-૧૦ કિ.રૂ. ૧૦,૦૦૦૦ખાતે સિરામીક કારખાનામાં ૩.૧૦,૦૦,૦૦૦/- નીચોરીનો ગુનો રજી. થયેલ જે વણ શોધાયેલ ગુનો શોધી કાઢી બે આરોપીને પકડી પાડી ૧,૧૦,૦૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

(૩) મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં તા.૨૭/૦૪/૨૦૨૨ નારોજ જાંબુડીયાગામની નજીક આવેલ કોર્મેન્ટ સીરામીકના બંધ કારખાનાના ગોડાઉન માંથી સ્લેબ ટાઇલ્સ નંગ-૪૭૬ કિ.રૂ.૪,૬૪,૦૦૦/- નીચોરીનો ગુનો નોંધાયેલ જે વણ ઉકેલાયેલ ગુનો ઉકેલી નાખી એક આરોપીને પકડી પાડી રૂ. ૪,૬૪,૦૦૦/- નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

(૪) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલાપર ચોકડી પાસે આવેલ એસ્સાર કંપનીના અમરરત્ન પેટ્રોલપંપ ખાતેથી રૂ. ૧,૦૩,૦૦૦/- ની નજર ચૂકવી રોકડ રકમની ચોરીનો ગુનો રજા, થયેલ જે વણ શોધાયેલ ગુનો શોધી કાઢી એક મહીલા સહીત ત્રણ આરોપીઓને પકડી પાડી રૂ. ૮૨,૯૦૦/- નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

(૫) મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગઇ તા.૩૦/૦૪/૨૦૨૨ નારોજ મોરબી શહેર, ગાંધીધામ રાજકોટ શહેર વિસ્તાર માંથી TVS 8-10 મોડલ ના મોપેડ નંગ ૨૩ કિ.રૂ.૫,૭૫,૦૦૦/- ના મુદામાલ સાથે કુલ પાંચ આરોપીઓને પકડી મોપેડ ચોરીના વણઉકેલાયેલ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળેલ છે.

(૬) મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગઇ તા,૧૭/૦૪/૨૦૨૨ નારોજ મોરબી શહેર તથા જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ સીએનજી રીક્ષા તથા સાત મોટર સાયકલ મળી કુલ રૂ ૩,૪૮,૦૦૦/- મ મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી વાહન ચોરી અંગેના છ વણઉકેલાયેલ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળેલ છે.

(૭) મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના શકત શનાળા ગામે ગઇ તા.૦૬/૦૪/૨૦૨૨ નારોજ મહીલાના ગળામાં પહેરેલ સોનાનો પઇહાર, તથા સોનાનો પાટીપારા આશરે ૦૯ તોલા વજન કિ.રૂ. ૨,૭૦,૦૦૦/- ની ચીલ ઝડપ થયેલ જે અંગે ગુનો નોંધાયેલ જે વણઉકેલાયેલ ગુનો ઉકેલી એક આરોપીને પકડી પાડી સોનાના ઓરીઝનલ દાગીના ૭૯ તોલા વજનના કિ.રૂ. ૨,૭૦,૦૦૦/- દાગીના તથા ગુનામાં વપરાયેલ મોટર સાયકલ નો મુદામાલ રીકવર કરી મોરબી, સુરેન્દ્રનગર તથા બોટાદ વિગેર જગ્યાએ થયેલ કુલ ૧૦ ચીલ ઝડપના ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

(૮) ટંકારા પો.સ્ટે. વિસ્તારના ઘુનડાથી અદેપર જવાના રસ્તા ઉપર ગત તા.૧૦/૦૫/૨૦૨૨ નારોજ ફાયનાન્સ કંપનીના કંપનીના કર્મચારીને અજાણ્યા બે મોટર સાયકલ સવારોએ આતરી કર્મચારી પાસે રહેલ રોકડા રૂ. ૧,૪૧,૦૦૦/- ની રોકડ રકમની લુંટ અંગે વણશોધાયેલ ગુનો રજી. થયેલ હોય જે ગુનામાં ગયેલ મુદામાલના રોકડા રૂ. ૧,૪૧,૦૦૦/ તથા ગુનામાં વપરાયેલ મો.સા. સાથે બે આરોપીઓને પકડી પવામાં સફળતા મળેલ છે.

(૯) ટંકારા પો.સ્ટે. વિસ્તાર લતીપર ચોકડી પાસે આવેલ બહુચર કોમ્પ્લેક્ષ ખાતે ગઇ તા.૧૧/૦૪/૨૦૨૨ નારોજ સરીતા ટ્રેડીંગ નામની પાન બીડીના તથા ભારત રિઝ રીપેરીંગ નામના વેપારીઓને અજાણ્યા આરોપીએ અલગ અલગ મોબાઇલ ફોન નંબર ઉપરથી ફોન કરી ૩, ૧૦,૦૦,૦૦૦/- તથા રૂ. ૫,૦૦,૦૦૦/- ની ખંડણી માંગી ફરીયાદી તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધાકધમકી આપેલ હોય જે બાબતે વણશોધાયેલ ગુનાઓ ટંકારા પો.સ્ટે. ખાતે ગુનો રજી. થયેલ છે, જે અંગે કુલ ૦૫ આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.

(૧૦) ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર લતીપર ચોકડી પાસે આવેલ બહુચર કોમ્પ્લેક્ષ ખાતે ગઇ તા.૦૬/૦૪/૨૦૨૨ નારોજ સરીતા ટ્રેડીંગ નામની પાનબીડીના વેપારી સવજીભાઇ રામજીભાઇ કકાસણીયા રહે. ટંકારા વાળા દુકાને બેઠેલ હતા ત્યારે અજાણ્યો આરોપી તેમની પાસેથી દુકાનમાં આવી રૂપીયા માંગણી કરેલ જે રૂપીયા આપવાની મરણ જનારે ના પાડતા આરોપીએ ફાયરીગ કરી મોત નિપજાવેલ હોય જે અંગે વણશોધાયેલ ખુનનો ગુનો નોંધાયેલ છે, જે ગુનામાં સંડોવાયેલ કુલ ૦૪ આરોપીઓને પકડી ગુનામાં વપરાયેલ હથિયાર (ફાયર આર્મ્સ) રીકવર કરવામાં સફળતા મળેલ છે.

(૧૧) મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે રહેતી છોકરી તથા તેના પરિવારના સભ્યોને તા.૨૨/૦૩/૨૦૨૨ થી અવાર નવાર અજાણ્યા સ્પામ નંબર ઉપરથી ઓટીપી નંબર અંગેના મોબાઇલકોન કરી તેમજ સોસીયલ મીડીયા ઉપર ફેંક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. જીમેઇલ આઇ.ડી. બનાવી તેમા સાહેદ સ્ત્રીના ફોટાને મોર્ફ કરી ન્યુડ ફોટા સાથે વાર લખાણ લખી બદનામ કરવાના ઇરાદે વાયરલ કરેલ હોય જે બાબતે સાયબર ક્રાઇમને લગત ગુનો રજી. થયેલ હોય જે બાબતે એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(૧૨) મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી એલ.સી.બી. દ્વારા ગઇ તા. ૦૮/૦૪/૨૦૨૨ નારોજ લાતી પ્લોટ ખાતે અમુક ઇસમો ભાડુતી જગ્યા (ગૌડાઉન) રાખી તેમાં અલગ અલગ નામાકિત કંપનીઓના નામે ભળસેળ યુક્ત ડુપ્લીકેટ એન્જીન ઓઇલ કે જે મો.સા રીક્ષા, તથા કોર વ્હીલ વિગેરે વાહનમાં વપરાતા ઓઇલ બનાવી તેની ફેકટરી ચલાવતા હોય જે ફેકટરી ઉપર રેઇડ કરી મેળસેળ વાળુ ઓઇલ. રો-મટીયલ,સાધન સામગ્રી મળી કુલ રૂ. ૨૫,૫૦,૯૯૫/- ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી તેઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે.

(૧૩) વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી ગઇ તા.૧૭/૦૪/૨૦૨૨ નારોજ મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા બંધ બોડીના કન્ટેનર નંબર GJ-27-TT-7834 વાળામાં જુદીજુદી બ્રાન્ડની પરપ્રાંતિય વિદેશીદારૂની બોટલો નંગ-૪૮૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨૫,૮૩,૦૮૦/- નો મુદામાલ સાથે બે રાજસ્થાની આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ.

(૧૪) મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના લાયન્સનગર ખાતે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા રેઇડ કરી આશરે ૫.૪૩૦ કિલો ગ્રામ માદક દ્રવ્ય ગાંજો કિ.રૂ. ૫૪,૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૭૨,૪૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(૧૫) મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી સારી અને સુદ્રઢ બની રહે તે સારૂ અલગ અલગ ગુનામાં સંડાવેલ આરોપીઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબી નાઓ તરફ મોકલતા કુલ ૦૮ પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેમાં ૦૫ બુટલેગર્સ તથા ૦૩ ભયજનક વ્યકિતીઓના વોરંટ હોય જેઓને ડીટેઇન કરી જુદી જુદી જેલમાં ધકેલવામાં સફળતા મળેલ છે.

(૧૬) માળિયા મી.પોલીસ દ્વારા નવલખી ખાતે લાખો રૂપિયાનો કોલસો ભરી છેતરપીંડી આચરી હતી જેમાં માળિયા પોલીસે મુદામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી હતી

(૧૭) મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ કરાયેલ બાળકને જામનગર થી હેમ ખેમ છોડાવી આરોપીને જેલ હવાલે કર્યો હતો .

(૧૮) માળિયા મી.નજીકથી ૨૭ લાખનો દારૂ પકડી પાડ્યો હતો અને લાખોનો મુદામાલ પકડી પાડ્યો હતો.

(૧૯) મોરબી જીલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ તેમજ જમીન કૌભાંડ કરતા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

(૨૦) મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજંકવાદીઓના ત્રાસ મામલે લોકદરબાર યોજી જરૂરી માર્ગદર્શન આપી જુદા જુદા ગુનાઓ દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી

આમ છેલ્લા બે માસના ટુકા સમય ગાળામાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં બનતી ઘટનાઓને આરોપીઓ સાથે પકડી અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાની સતાવર માહિતી મોરબી પોલીસે જાહેર કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!