મોરબી પોલીસ દ્વારા સેવા સુરક્ષા અને શાંતિ ના સૂત્ર ને સાર્થક કરતી કામગીરીતો અનેક કરવામાં આવે છે પરંતુ સાથે સાથે સંવેદનશીલ પોલીસ હોવાની દાખલા રૂપ કામગીરી પણ કરવામાં આવી રહી છે.જેમાં ટંકારા નજીક આવેલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતી પરપ્રાંતીય યુવતી આત્મહત્યા કરવા જતી હતી ત્યારે મોરબી પોલીસ ની શી ટીમે તેને બચાવી લઈને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું એટલું જ નહિ યુવતીની સમસ્યાનો યોગ્ય રીતે નિકાલ કરવાની સમજણ આપી ને આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને ક્યારેય પણ આત્મહત્યા નહિ કરે તેવી બાહેંધરી પણ લેવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ ટંકારા નજીકની એક કંપનીના લેબર ક્વાર્ટરમાં પોતાના પતિ સાથે રહેતી યુવતીના પિતાનો ફોન તેના પતીના મોબાઇલમાં આવ્યો હતો. જેને કારણે નીંદર કરી રહેલો પતી જાગી જઈને “તારા પપ્પા મારા ફોન માં કેમ વારંવાર ફોન કરે છે ” તેવું કહીને યુવતીને જોર જોર થી બોલીને ગાળો આપી હતી.જેથી રિસાઈને પરિણીત યુવતી ટંકારા તેમના ક્વાર્ટરથી નીકળી જઈને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી જ્યાં તેનો પતી તેની પાછળ પાછળ પહોંચી જઈને ત્યાં પણ જઘડો કરી ને ધમકી આપી હતી કે “હું પણ ગામડે તારી સાથે આવીને માતા ઘરે તારા માતા પિતા ને બોલાવીને બાંધીને મારવા છે અને લગ્નનો ખર્ચો પણ મંગાવો છે”આથી યુવતી ને માઠુ લાગી આવતા યુવતીએ નવા બસ સ્ટેન્ડ નજીક વાહનમાં પડતું મૂકી આત્મહત્યા કરવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોરબી પોલીસની શી ટીમે તેને બચાવી લઈને યુવતી અને તેના પતિને પોલીસ મથકે લઇ જઇને આત્મહત્યા ન કરવા સમજાવી આત્મહત્યા નુ કારણ પૂછ વામાં આવ્યું હતું જેને લઈને પતીને ઠપકો પણ આપ્યો હતો.તેમજ યુવતીના જેઠ અને કાકાજી સસરાને બોલાવીને સમજૂતી કરાવી હતી.તેમજ પરિણીતાએ પોતાના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ ન કરવાનું કહીને તેઓના સમાજ ની રૂ એ સમસ્યાનું સમાધાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ આત્મહત્યા ન કરવા માટે પોલીસે જરૂરી સલાહ સૂચન કરી ને પોલીસ હંમેશા પીડિત લોકોની સાથે છે તેવો પરિણીતાને ભરોસો અપાવ્યો હતો.ત્યાર બાદ યુવતીના જેઠ પાસેથી લેખિત સહમતી સાથે આ દંપતીને તેઓને હેમખેમ સોંપવામાં આવ્યા હતા.