વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન વિશ્વમાં શરૂ થઈ ગયું છે. આજે સોમવાર 8 એપ્રિલ 2024ના રોજ થશે. આ દિવસે ચૈત્ર અમાવસ્યા છે અને ચૈત્ર નવરાત્રી પણ શરૂ થઈ છે. આવા સંજોગોમાં ઘટસ્થાપન ક્યારે અને કેવી રીતે થશે તે અંગે લોકોમાં અસમંજસ પ્રવર્તી રહી છે. આ સૂર્યગ્રહણ મીન રેવતી નક્ષત્રમાં થઈ રહ્યું છે. આ સાથે, આ સૂર્યગ્રહણ પર આવા ઘણા યોગોનો એક દુર્લભ સંયોજન પણ બની રહ્યો છે, જે તમામ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવો પાડશે.
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઘણું લાંબુ છે. 54 વર્ષમાં આ સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ પહેલા આટલું લાંબુ સૂર્યગ્રહણ 1970માં થયું હતું. સૂર્યગ્રહણ પર ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે. આ પૂર્ણ સૂર્યગ્રહણમાં પૃથ્વીના ઘણા ભાગોમાં સંપૂર્ણ અંધકાર છવાઈ જશે. જે સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 2:22 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેનો સુતક સમય અહીં માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ પશ્ચિમ યુરોપ, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર અને આયર્લેન્ડમાં દેખાશે. સૂર્ય ગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં જોવા મળે. માટે સૂર્ય ગ્રહણ માન્ય નહીં ગણાય. સૂર્ય ગ્રહણનો ખરાબ પ્રભાવ પણ અમાસ પર નહીં પડે. સૂર્યગ્રહણ મેષ, વૃશ્ચિક, કન્યા, કુંભ અને ધનુ રાશિના લોકો માટે સારું નથી. આ લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. જ્યારે વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિ વાળાઓ માટે શુભ રહેશે. જે લોકોને આર્થિક લાભ થવાની પ્રબળ તકો છે. આ લોકોને તેમના કરિયરમાં લાભ મળવાની સંભાવના રહેલી છે.