મોરબી પોલીપેક ફેકટરીમાં આગ વિકરાળ બનતા હજુ પણ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવી શક્યો નથી. ત્યારે મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટ અને જામનગરની ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી એ ઘટના સ્થળે પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબીમાં પોલી પ્લાસ્ટ ફેકટરીમાં વિકરાળ આગ લાગ્યાનું સામે આવ્યું છે. જે આગ હજુ પણ વધુને વધુ વિકરાળ બની રહી છે. મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટ અને જામનગરની ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે હજુ પણ આગ ભીષણ જ્વાળાઓ યથાવત જોવા મળી રહી છે. મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી તેમજ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા અને મામલતદાર સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ કાબૂમાં ન આવતા કલેકટર કામગીરીનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી.