મોરબીના હનુમાન સોસાયટી વિસ્તારમાં રહેતા ભાઈ બહેનની રવાપર ગામના બહેન-ભાઈ સાથે સગાઇ થયા બાદ સગાઇ તૂટી ગયેલ હોય તેમ છતાં હનુમાન સોસાયટીના યુવકે નક્કી થયેલ યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેતા યુવતીના પરિવારજનોએ યુવકના માતા તથા તેની બહેનને ઢોર માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી મનસર કારખાના સામે રહેતા દેવીબેન ગાંડુભાઇ રાઠોડનાં દિકરા દર્શન તથા દિકરી બંશીની સગાઇ રવાપર ગામે રહેતા પ્રવિણભાઇ કરશનભાઇ કરોતરાના દિકરા સુનીલ તથા દિકરી દિવ્યા સાથે સામ-સામે થયેલ હોય જે બંનેની સગાઇ તુટી જતા દર્શનએ દિવ્યા સાથે ભાગીને લગ્ન કરતા લગ્નનો ખાર રાખી શૈલેષભાઇ રબારી, સુનીલભાઇ પ્રવિણભાઇ કરોતરા તથા વિશાલભાઇ ઉપેનભાઇ રબારી (રહે. બધા મોરબી) નામના આરોપીઓએ ફરીયાદી દેવીબેન ગાંડુભાઇ રાઠોડ તથા તેની દીકરી બંશી બંનેને ઢીકા પાટુનો માર મારી તથા ભુંડા બોલી ગાળો આપી નાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.