વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઇ તાં.19 ઓકટોબર 2022 નાં રોજ મુખ્યમંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં સાત હજાર કરોડના કામોનું ઈ લોકાર્પણ કર્યું જેમાં મોરબીના 118 કરોડ નાં કામો પણ સમાવવામાં આવ્યા હતા : યુવા કોંગ્રેસે ભાજપ દ્વારા ફરી વખત ખાત મુહુર્ત કરવાનું જાહેર કરતા વિરોધ નોંધાવવામાં આવ્યો
મોરબી માં આજે મહેન્દ્રનગર ખાતે ભાજપ આગેવાનો, સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા જુદા જુદા રોડ નાં ખાત મુહુર્ત કરવાની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરવામાં આવી છે જો કે આ જાહેરાત મુજબના કામો ગઈ તાં.19/10/2022 નાં રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ઈ લોકાર્પણ રાજકોટ ખાતેથી કરી દેવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી થી લઇ તમામ મોટા ગજાના નેતાઓ સામેલ હતા ત્યારે ફરી વખત એકને એક કામોનું બીજીવાર ખાત મુહર્ત કરવાની જાહેરાતો થતાં મોરબી યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેમાં જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયાંએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે એકવાર જે કામોનું ખાત મુર્હૂત થઈ ગયું છે અને એ પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં હસ્તે ત્યારે ફરી વાર તેનું ખાત મુર્હૂત કરવામાં આવશે તો યુવા કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવા માં આવશે કૉંગ્રેસ ની સત્તા દરમ્યાન ત્યાં દ્વારા આજસુધીમાં ક્યારેય વડાપ્રધાને કરેલા કામોનું બીજી વખત ખાત મુહર્ત કરવામાં નથી આવ્યું અને મોરબી ભાજપના નેતાઓ તેના જ વડાપ્રધાન થી ઉપરવટ જઈ અવગણના કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે જો આ ખાત મુહર્તને રોકવામાં નહિ આવે તો યોગ્ય વિરોધ નોંધાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોરબી ભાજપ દ્વારા મોરબી મહેન્દ્ર નગર ગામે ખાત મુહર્ત માટે નો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે તો બીજી બાજુ આં ખાત મુહર્ત છ માસ પૂર્વે થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના નેતાઓ સુધી પણ આં વાત પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલ ખાત મુહર્ત ની અવગણનાં હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ કાર્યક્રમ અંગે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયાને પુછતા તેઓએ આવો કોઈ કાર્યક્રમ જીલ્લા ભાજપ દ્વારા નાં યોજવામાં આવ્યો હોવાનુ જણાવ્યું હતું.