તા. 12-12-2025 ના રોજ હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા વિપુલભાઈ એ ચિત્રકલા સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ઝોન કક્ષાની સ્પર્ધામાં પસંદગી મેળવી છે, જે નવયુગ પરિવાર માટે વિશેષ ગૌરવની ક્ષણ છે.
આ સાથે, જામનગર ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર ઝોન કક્ષા યુવા મહોત્સવમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ પ્રતિભાનો પરચો આપ્યો હતો. સમૂહગાન સ્પર્ધા તેમજ સરડવા ધ્વનિ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી થવાથી નવયુગનું નામ રાજ્યભરમાં ગુંજ્યું છે.
મોરબી જિલ્લાકક્ષા
કલા ઉત્સવ 2025
સ્થળ- હળવદ BRC. ભવન
જેમાં ગાયન, વાદન, ચિત્ર અને કાવ્ય પૂર્તિ ..
નવયુગના ચારેય વિદ્યાર્થીઓએ Top 3. માં નંબર પ્રાપ્ત કર્યો
ગાયન – ઝાલા સુષ્ટિબા
મોરબી જિલ્લા દ્વિતીય
ચિત્રકલા
ભીમાણી પ્રિસા
મોરબી જિલ્લા પ્રથમ
કાવ્યરચના
ગોહિલ પ્રિયા
મોરબી જિલ્લા દ્વિતીય
વાદન
ગોરીયા વેદ
મોરબી જિલ્લા તૃતીય
આ તમામ સિદ્ધિઓ વિદ્યાર્થીઓની મહેનત, માર્ગદર્શક શિક્ષકોની નિષ્ઠા અને નવયુગ પરિવારની મૂલ્ય આધારિત શિક્ષણપ્રણાલીના પરિણામરૂપ છે.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન
પ્રેસિડેન્ટ શ્રી પી. ડી. કાંજીયાસાહેબ વિદ્યાર્થીઓને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે તથા તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે આત્મીય શુભેચ્છા વ્યક્ત કરે છે









