ગુજરાત ભાજપના સંગઠનની ચાલી રહેલી પ્રક્રિયામા 580માંથી 515 મંડલ (તાલુકા અને વોર્ડ) પ્રમુખોની નિમણુકો કરી દેવામા આવી છે. જયારે બાકીના મંડલ પ્રમુખોની નિમણુકો હવે જિલ્લા પ્રમુખોની નિમણુકો બાદ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખોની વરણી આગામી 3 જાન્યુઆરી 2025 થી શરુ થશે. તેવું જાણવા મળી રહ્યું છે.
રાજ્યમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખોની વરણી કરવામાં આવશે. આગામી 3 જાન્યુઆરી 2025 થી જીલ્લા પ્રમુખ માટે ની વરણીની કાર્યવાહી શરુ થશે. જેમાં 33 જીલ્લા અને 08 મહાનગરો માટે જીલ્લા ભાજપ પ્રમુખની પસંદગી કરવામાં આવશે. ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખ માટે સંગઠનમાં હોદ્દો, બે વાર સક્રિય સભ્ય અને 60 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમજ 10 જાન્યુઆરી સુધીમાં સ્થાનિક જગ્યાએ નિર્વિવાદ જિલ્લામાં જિલ્લા પ્રમુખોની નિમણુક થઈ જશે, જે સમગ્ર પ્રક્રિયા 15 જાન્યુઆરી સુધી ચાલશે.