Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી પોલીસથી બચીને ક્યા જસો?:મોરબીના કાયાજી પ્લોટમાં થયેલ ચોરીના ગુનામાં મહિલા સહિત...

મોરબી પોલીસથી બચીને ક્યા જસો?:મોરબીના કાયાજી પ્લોટમાં થયેલ ચોરીના ગુનામાં મહિલા સહિત ત્રણ ઝડપાયા

ગત તા.૩૦/૦૪/૨૦૨૩ થી તા.૦૧/૦૫/૨૦૨૩ ના રાત્રીના સમય ગાળામાં પરીવારના સભ્યો સાથે પ્રસંગમાં બહાર ગયેલ વેપારીને ત્યાં મોરબી કાયાજી પ્લોટ ખાતે ચોકીદારી કરતા નેપાળીએ અન્ય નેપાળી સાથે મળી ઘરફોડ ચોરી કરી હતી. જે ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકી એક સ્ત્રી તથા બે પુરૂષોને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના તથા ૦૪ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/- ના મુદામાલ સાથે મોરબી કાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના કાયાજી પ્લોટ, મેઇનરોડ, નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં રહેતા હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર ગત તા.૩૦/૦૪/૨૦૨૩ થી તા.૦૧/૦૫/૨૦૨૩ ના રાત્રીના સમય દરમ્યાન પોતાના પરીવારના સભ્યો સાથે પ્રસંગ વ્યહારીક કામ સબબ બહાર ગામ ગયેલ હોય અને તેઓના રહેણાંક મકાને ચોકીદાર તરીકે સંદબાદુર વિશ્વકર્મા તથા ઘરઘાટી તરીકે કામ કરતી તેની પત્ની બિંદુ સદેબહાદુર વિશ્વકર્મા ઘરે હાજર હતા. ફરીયાદી તથા તેમાના પરીવારના સભ્યો બહાર ગામથી ઘરે આવતા પોતાના પત્ની તિજોરી કબાટનો સરસમાન વેર વિખર હાલતમાં પડેલ હોય અને કિમતી દરદાગીના, રોકડ રકમની ચોરી થયેલ અને ચોકીદાર તથા તેની પત્ની બિંદુ બન્ને હાજર ન હોય જેથી આ બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા તુરંત મોરબી એલ.સી.બી. તથા મોરબી સિટી એ ડિવિઝન પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા બાબતે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ સૂચના આપતા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન આ કામે ચૌકીદાર તથા ઘરઘાટીનું કામ કરતી સ્ત્રી સહીત આરોપીઓની તપાસ હ્યુમન ઇન્ટેલીન્જનશ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમ મારફતે તપાસ ચાલુ હોય તે દરમ્યાન મોરબી એલ.સી.બી.સ્ટાફના માણસોને બાતમી મળેલ કે, ગુનાને અંજામ આપનાર ફરીયાદીના ઘરે અગાઉ ચોકીદારી કામ કરતો રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી કે જે હાલે શકિત પ્લોટ, શેરી નં-૦૨, HDFC બેંકની પાછળ, મોરબી નવા બનતા બિલ્ડીંગની ચોકીદારી કરે છે તે તથા તેનો દિકરો તથા ચોકીદાર સદેબહાદુર તથા તેની પત્ની બિંદુ કે જે ખરેખર સદે બહાદુરની પત્ની ન હોય પરંતુ પત્ની તરીકે સાથે રહેતી હોય તે તથા સદેહાદૂરની સાળી બિન્દ્રા એમ બધાએ મળી આ ગુનાને અજામ આપેલ હોય તે સ્થળ પાર હોવાની ચોકકસ હકિકત મળતા તુરતજ આ જગ્યાએ તપાસ કરતા મજકૂર સમબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી તથા તેના કાકાની દિકરી દર્શના મનીષભાઇ વિશ્વકર્મા નેપાળી તથા તેનો બનેવી મનીષ કૈલાશ ઉર્દુ કેલે વિશ્વકર્મા નેપાળી મળી આવતા જે ઓરડીની ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી આવતા પોલીસે રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા, મનીષ કૈલાશ કે કેલે વિશ્વકર્મા તથા દર્શના મનીષભાઇ વિશ્વકર્માને હસ્તગત કરી આગળની તપાસ અર્થે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ મોકલવામાં આવેલ છે. જયારે તેઓની પૂછપરછ કરતા આ ગુન્હામાં તેમની સાથે સદે ઉર્ફે શકિત ઉર્ફે રાજ ઉર્ફે રાજુ ચંદ્રે કામી શાહ વિશ્વકર્મા, બીંદુ લક્ષ્મીરામ જૈશી, બીન્દ્રા તથા વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા પણ સામેલ હોવાનું સામે આવતા તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અગાઉ આ બંગલામાં ચોકીદારી કરતા ઈસમે પોતે બીમાર હોવાથી પોતાના ભાણેજ અને તેની પત્ની ની ઓળખ આપી કામે લગાડ્યા હતા ખરેખર બને પતી પત્ની હતા જ નહિ !!!

ગુન્હાની મોડ ઓપરેન્ડી એમ હતી કે, રામ બહાદુર ઉર્ફે જોખીયો નેપાળી પોતે તથા પોતાના દિકરા વિનોદે ઉપરોકત રહેણાંક મકાનમાં ચોરી કરવાનુ અગાઉ નકકી કરેલ હોય પરંતુ પોતે ચોરી કરે તો પોતાની ઉપર શંકા જાય તેમ હોય જેથી પોતાના વતન બાજુના ગામના સદે ઉર્ફે શકિત ઉર્ફ રાજે ઉર્ફે રાજુચંદ્રે કામી/ શાહ/ વિશ્વકર્મા તથા સદેની સાથે રહેતી બીંદુ લક્ષ્મીરામ દેશી તથા સંદેની સાળી બીત્રાને બોલાવી બધા સાથે મળી સદરહુ ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવી ચોરીને અંજામ આપવા પોતે બીમાર હોવાથી વતનમાં જાય છે તેમ કહી સદે ઉર્ફે શકિત તથા તેની સાથે બીજી બે સ્ત્રીઓને ઘરઘાટીનુ તથા ચોકીદાર તરીકે કામે રખાવી ઘરના સભ્યો બહાર ગામ જાય ત્યારે ઘરના તાડા તોડી ચોરી કરવાનો પ્લાન બે માસ અગાઉ બનાવેલ જેને અંજામ આપી સદેબહાદુર તથા તેની સાથેની બન્ને સ્ત્રીઓ તેઓના ભાગનો મુદામાલ લઇને નાશી ભાગી ગયેલ અને પકડાયેલ સમબહાદુરના ભાગમાં આવેલ ચોરીનો માલ રાખવા પોતાની કાકાની દિકરી દર્શના મનીષ કેલે ઉર્ફે કૈલાસ કામી વિશ્વકર્મા તથા તેના પતી મનીષ ને બોલાવેલ હતા. ત્યારે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના તથા ૦૪ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!