મોરબીના શનાળા રોડ ગુરૂ દત્તાત્રેય મંદિરની સામે ૧ર-શકિત પ્લોટમાં સાગર બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે આવેલ નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાંત ડૉ. હાર્દિક આર. બોરસાણિયા (એમ.બી., ડી.સી.એચ.)ની ધનશ્રી બાળકોની હોસ્પિટલમાં ૨૪ x ૭ બાળકોના ડૉકટર દ્વારા નિદાન તથા સારવાર કરવામાં આવે છે. અહીં જન્મથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોની સંપુર્ણ સારવાર કરવામાં આવે છે.
ધનશ્રી બાળકોની હોસ્પિટલમાં અધુરા મહિને જન્મેલા, ઓછા વજનવાળા, મળ પી ગયેલ, નબળાં ફેફસાં, શ્વાસ તથા કમળો વગેરે બીમારીવાળા બાળકો માટે અત્યંત આધુનિક N.I.C.U.ની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમજ અહીં ગંભીર બાળ રોગ જેવા કે ઝેરી મેલેરીયા, ટાઇફોઇડ, કમળો, અસ્થમા, ન્યુમોનિયા, કેરોસીન પીધેલ, ઝેરી અસર, સર્પ દંશ, પક્ષ ઘાત, વાઇ, ખેંચ, મગજનો તાવ વગેરે માટે અત્યંત આધુનિક P.I.U. સહીત હેલ્થી બેબી કલીનીક, ગ્રોથ કલીનીક તથા ન્યુટ્રીશન કલીનીકની સુવિધાઓનો લાભ પણ દર્દીઓને મળી રહેશે. તેમજ સંપુર્ણ રસીકરણ કેન્દ્ર જેમાં ન્યુમોનિયા, ઝેરી ઝાળા, સાદો કમળો, સ્વાઇનફલુ, ટાઇફોઇડ, અછબળાં, ગર્ભશાયના કેન્સર સામે રક્ષણ આપતી રસી પણ ધનશ્રી બાળકોની હોસ્પિટલમાં આપવામાં આવશે. તેમજ સેન્ટ્રલ ઓકિસજન, વેન્ટીલેટર મશીન, સી-પેપ મશીન, મલ્ટીપેરા મોનીટર, સિરિંજ પંપ, પલ્સ ઓફિસમીટર, ફોટો થેરાપી, રેડીયન્ટ વોર્મર, નેબ્યુલાઇઝર વગેરે મશીનોની સુવિધાઓ પણ ધનશ્રી બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.