મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ ને ખંડણી ના ગુનામાં મધ્યપ્રદેશમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં યુવકની હત્યા નીપજાવી નાસી છૂટેલા આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ અને ખંડણી અંગે ના ગુનાની વાત કરીએ તો મોરબી તાલુકાના ઘુંટુ ગામથી તળાવીયા શનાળા તરફ જતા રસ્તા ઉપરથી કારખાનેદારનુ અપહરણ કરી અપહરણ કર્તાને છોડાવવાના ૫,૦૦,૦૦૦/- ખંડણી વસુલી આરોપીઓ ઇકો કાર લઇ મધ્યપ્રદેશ રાજયમાં નાસી ગયેલ હોય જે બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે ગુનાના બનેલ ગંભીર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે એ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.આઈ. વી.જી.જેઠવા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી ફુટેજ તથા હ્યુમન સોર્સીસથી આરોપીઓનો રૂટ ચકાસતા આરોપીઓ ઇકો કાર લઇ મધ્યપ્રદેશ તરફ ગયેલ હોવાની મળેલ માહિતીના આધારે તાત્કાલીક એક ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસમાં રવાના કરી હતી જ્યાં મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના મનાવર તાલુકાના સરસગાવ ગામેથી બનાવને અંજામ આપનાર રોહિતકુમાર ઉર્ફે રાજકુમાર નાનુરામ મેડલોઇ (રહે. છોટા ભવાનીયા, તા.ધરમપુર, જી ધાર, મધ્યપ્રદેશ), જયંતકુમાર હરીહર બહેરા (રહે. સોમનાથપુર, તા.રેમુના, જી બાલેશોર, ઓરીસ્સા) તથા તપનકુમાર ઉર્ફે મનોજ હરીહર બહેસ (રહે. સોમનાથપુર, તા.રેમુના, જી.બાલેશો, ઓરીસ્સા) નામના ત્રણ ઇસમો તથા ખંડણી પેટે મેળવેલ રૂ.૨,૧૬,૦૦૦/- તથા બનાવમાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા તેમજ પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા પવન ખુમસીંગ નરગેસ (રહે સરસગાંવ, તા મનાવર, જી.ધાર, મધ્યપ્રદેશ) તથા રાજેશ ગજાનંદ નરગાવે (રહે. ભુવાનીયા ખુર્દ,તા.ધરમપુરી, જી.ધાર, મધ્યપ્રદેશ)નું નામ ખુલતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારના જૂના બસ સ્ટેશન નજીક હિરેન ભટ્ટ નામના યુવકની હત્યા નીપજાવવન ગુનામાં નાસતા ફરતા આરોપી રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા,મહિપતસિંહ બાનેસિંહ વાઘેલા તેમજ જીગર સિંહ ઉર્ફે જિગો બનેસીંહ વાઘેલા ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ કામગીરી માં મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ ,એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા અને મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા સહિતના જોડાયા હતા.