મોરબી ને મહાનગર બનાવવાની વાતો ચાલી રહી છે પરંતુ મોરબી નગરપાલિકાના પણ હાલ કોઈ ઢંગ ધડા નથી અને મોરબીની ગલીએ ગલીએ પ્રાથમિક સુવિધાઓ અંગેની સમસ્યાઓ લઈને ટોળે ટોળા રોજ પાલિકાએ પહોંચી રહ્યા છે.
ત્યારે મોરબી શહેર ની ચિત્રકૂટ સોસાયટી ની મહિલાઓ ગટર ના પ્રશ્ન ને લઈને આજે મોરબી પાલિકાએ હલ્લાબોલ કર્યો હતો.ચિત્રકૂટ સોસાયટી ૫ ની મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી ટાણે બધા મત માંગવા આવતા હતા હવે તો કોઈ દેખાતા પણ નથી.તેમજ અવાર નવાર ગટર ભરાવાની સમસ્યા ને લઈને નગરપાલિકા એ અગાઉ પણ રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી.અને અંતે કંટાળીને આજે મહિલાઓએ પોતાના ઘરકામ પડતા મૂકીને પાલિકાએ જવું પડ્યું હતું.અને હજુ પણ પાલિકાએ સોમવારે આ બાબતે યોગ્ય નિરાકરણ આવશે તેવું જણાવ્યું હતું અને હજુ પણ જો નિરાકરણ નહિ થાય તો ધારાસભ્ય ના નિવાસ સ્થાને પહોંચી જવા માટે હવે ચિત્રકૂટ સોસાયટીની મહિલાઓએ મૂડ બનાવી લીધો છે.
ત્યારે પાલિકાના કર્મચારી એવું પણ જણાવે છે કે થાળી શું તમે નગારા વગાડો તો પણ કશું થાય એમ નથી કેમ કે પાલીકા માં કર્મચારી ઓની ઘટ છે અને નવ કર્મચારીઓના ખભે આખી મોરબી નગરપાલિકા ચાલી રહી છે.
ત્યારે હવે મોરબીની ચિત્રકૂટ સોસાયટી અને મોરબીના લોકોની સમસ્યાઓ ક્યારે હલ થશે તે બાબતનો સાચો જવાબ હાલમાં કોઈ પણ સતાધીશો પાસે નથી.