Monday, November 25, 2024
HomeGujaratમોરબી જીલ્લાના વાંકાનેરના રહેવાસી મેહુલ શાહ સાથે મોરબીના ક્યા લોકોનો સંપર્ક ??...

મોરબી જીલ્લાના વાંકાનેરના રહેવાસી મેહુલ શાહ સાથે મોરબીના ક્યા લોકોનો સંપર્ક ?? કંઈ ટોળકી આ વ્યક્તિ સાથે ધરાવે છે ધરોબો: આગાઉ પણ આ ચિટર નાં કહેવાથી મોરબીમાં અમુક વ્યક્તિઓ લાભ લીધો હોવાની ચર્ચા:તપાસ જરૂરી

મોરબીમાં જીલ્લા તરીકે બિરુદ મળ્યા બાદ સાથે સાથે કોભાંડમાં પણ બિરુદ મેળવતું ગયું છે અને આ માટે ચોક્કસ પ્રકારના લોકો તેમાં જોડાયેલ હોય છે અને આ એવા લોકો છે જે પ્રતિષ્ઠિત હોવાની સાથે સાથે થોડા રાજકીય અને આર્થિક બળ તેમજ તંત્રને અને અધિકારીઓને ખિચા માં લઇ ફરતા હોવાનો દેખાવ કરે છે જો કે આવા વ્યક્તિઓથી અધિકારીઓએ ચેતવાની જરૂર છે કેમ કે આવા વ્યક્તિઓના કહેવાથી જે અધિકારીઓ બીજાની લીટી ટુંકી કરવાનો પ્રયત્ન કરે છે ક્યારેક તેના નીચે પણ રેલો આવતાં વાર નથી લાગતી અને ત્યારે આ લોકો તેને બચાવી નથી શકતા કેમ કે કાયદા થી ઉપર કોઈ નથી જેના અનેક ઉદાહરણો ભૂતકાળમાં જોવા મળ્યા છે.

- Advertisement -
- Advertisement -

આવા જ એક કૌભાંડી વ્યક્તિ જે મોરબી જિલ્લાના વાંકાનેર નો વતની છે અને મહેસુલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાનું કહી સ્કૂલમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરી છે જેનું નામ મેહુલ શાહ છે.જે મોરબી જિલ્લાના વાંકાનેરમાં કીડઝ લેન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને જ્યોતિ વિદ્યાલય નામની સ્કૂલ ધરાવે છે અને આ પકડાયેલ ઠગની માતા સોનલ બેન શાહ ના નામે પેટ્રોલપંપમાં ભાગીદારી પણ ધરાવે છે એટલું જ નહિ સ્કૂલ અને પેટ્રોલ પંપ માં ના કામો કરાવવા માટે પણ ખોટી ઓળખ કે ખોટા લેટરોનો ઉપયોગ થયો છે કે નહિ તે અંગે ઊંડી તપાસ પણ જરૂરી છે. મેહુલ શાહ વાંકાનેર તાલુકા પંચાયતના આગેવાનો,સ્થાનિક હોદેદારો ભાજપ ના અગ્રણી નેતાઓ અને અન્ય લોકો સાથે પણ સારા સબંધો ધરાવતો હોવાની ચર્ચાઓ જોર શોરથી છે.આ મેહુલ શાહ પાસે મોરબીના અમુક વ્યક્તિઓ પણ કામ લઈને જતા અને મેહુલ શાહ તેની કિંમત નક્કી કરતો હોવાની પણ ચર્ચાઓ જોર શોરથી ચાલી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા વાંકાનેરના વતની આરોપી મેહુલ શાહ કેટલી સંપતિ ધરાવે છે અને કેટલા ભાજપના નેતાઓ કે ક્યા મોરબીના અન્ય લોકોના સંર્પકમાં હતો એની તપાસ કરવામાં આવે તો મોરબી જિલ્લાના પણ અનેક રાઝ ખૂલે એમ છે.

હાલ મોરબીમાં કોઈ હોદ્દો લઈ અધિકારીઓ સાથે સારો ધરોબો કરી સામાન્ય લોકો પત્રકારોને કેમ દબાવવા એની ફેશન ચાલી છે પણ સત્ય હંમેશા શરમ વિનાનું હોય છે એટલે પોતે કાચના મહેલમાંથી બીજાના પગ નીચે રેલો લાવવાની વાતો કરે એ આવા તત્વો પોતે ભૂલી જાય છે.જો કે આ ચર્ચા હાલ જોરશોર થી ચાલી છે કે વાંકાનેરના ક્યાં આગેવાન અને ક્યાં નેતા સાથે આને સારા સબંધો હતા અને ક્યાં કોન્ટ્રાક્ટ કે કોઈ કામોમાં આ વ્યક્તિએ પોતાની કળા કરી છે.હાલ આરોપી મેહુલ શાહ પોલીસ ના સકંજામાં છે જેને લઇને મોરબી અને વાંકાનેર ના જે વ્યક્તિઓ કે આગેવાનો આ ઠગ મેહુલ શાહના સંપર્ક માં છે તે તમામ વ્યક્તિઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!