મોરબી એસટી ડેપોની બસ કંડકટર વગર રૂટ ઉપર દોડતી હોવાનું સામે આવ્યું છે. આજે વેહલી સવારે રાસંગપર ગામમાં નાઈટ થતી બસ જ્યારે સવારે મોરબી રવાના થઈ ત્યારે કન્ડક્ટર વગર બસ રૂટ ઉપાડેલ હતી. ત્યારે રાજકોટ વિભાગના ડી.ટી.ઓ.ને આ બાબતે જાણ થઈ હતી અને ચેકીંગ કરવામાં આવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ડેપોની બસ કન્ડક્ટર વગર દોડતા રાજકોટ વિભાગના ડી.ટી.ઓ ડાંગર ને જાણ કરવામાં આવી હતી. ત્યારે અધિકારી દ્વારા એસટી ચેકીંગ ટીમમાં રહેલ અધિકારી ભાવનાબહેને ચેક કરતા રાસંગપર નાઈટ રૂટનાં કન્ડક્ટર વિશાલ ડાંગર પોતે રૂટ પર ફરજમાં હાજરનાં હોય અને બસ માં પોતે ઉપસ્થિત ન રહી બસ ને પ્રવીણભાઈ વિરડા નામના ડ્રાઈવરના હવાલે સોંપી અન્ય બસનાં કન્ડક્ટર પાસે બુકિંગ કરી રવાના કરેલ હતી. જેથી ફરજમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું.
જો કે આ બાબતે મોરબી ડેપો ના અધિકારી સાથે વાત કરતા કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી તેમજ પગલાં લેવા અંગે તો ઠીક પરંતુ ચેકિંગ ની કાર્યવાહી અંગે પણ ગોળ ગોળ જવાબ આપી ને ફોડ પાડવા તૈયાર નથી ત્યારે હવે શુ પગલાં લેવાશે કે માથાભારે કર્મચારીઓ ની વગ થી ડરીને ચેકીંગ માં ઝડપાયેલ ગેરરીતિ પર ઢાંક પિછોળો કરવામાં આવશે એ આગામી સમયમાં જોવું રહ્યું.