મોરબીથી સીએનજી રિક્ષા લઇને ધ્રોલ ખાતે તાજીયા જોવા જતાં મોરબીનાં પરિવારને ટંકારાના સાવડી ગામ નજીક વળાંક પર અકસ્માત નડ્યો હતો. જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તેમજ ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાતે રહેતો મુસ્લિમ પરિવાર તેમની સીએનજી રિક્ષા લઈ મોરબીથી ધ્રોલ ખાતે તાજીયા જોવા જતો હતો. જે દરમિયાન તેઓને ટંકારાના સાવડી ગામ નજીક વળાંક પર અકસ્માત નડ્યો હતો. રીક્ષા પલ્ટી ખાઈ જતાં બે બાળક અને ચાર મહિલા અને એક પુરુષ મળી કુલ સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઇસ્માઇલભાઈ ઉમરભાઈ (ઉ.૫૦), મરિયમબેન ઇસ્માઇલ ભાઈ શેખ (ઉ.૪૫), સનેરા બેન નુરમામદ મકરાણી (ઉ.૨૬), સોયબ નુરમામદ મકરાણી (ઉ.૫), તૈમુર નુરમામદ મકરાણી (ઉ.સવા વર્ષ), કુલરાનબેન રફીકભાઈ શેખ (ઉ.૪૦) અને સલમાબેન એજાજભાઈ શાહમદાર (ઉ.૨૦) ને ઈજાઓ પહોંચતા તેમને 108 મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં સારાવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ બનાવની જાણ થતાં જ ટંકારા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.