મોરબી જિલ્લામાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા શખ્સો અવાર-નવાર પકડાતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સિટી પોલીસે રેલ્વે સ્ટેશન રોડ પરથી ઍક શખ્સને વર્લીફીચરનો જૂગાર રમતા-રમાડતા ઝડપી પાડયા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવે પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સૂચનાઓ આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ મીલ સોસાયટીમાં શેરીમાં રેઇડ કરતા સ્થળ પરથી દેવરાજભાઇ ઉર્ફે પિન્ટો નાગજીભાઇ સુરેલા (રહે.વાંકાનેર વીસીપરા રેલ્વે સ્ટેશન પાસે વોરાના ડેલામાં જી.મોરબી) નામનો શખ્સ જાહેર જગ્યામા અલગ અલગ બજારના વર્લીફીચરના આંકડા લખી જૂગાર રમતો રમાડતો મળી આવતા પોલીસે તેની પાસેથી વર્લી સાહીત્ય આંકડા લખેલ ડાયરી તથા બોલપેન તથા રોકડા રૂા.૪૭૮૦/- કબજે કરી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.