તમે પૈસાદાર હોય એટલે નાના કર્મચારીઓને મારો,મારી નાંખવાનો પ્રયાસ કરો પોલીસ ફરિયાદ પણ નહીં નોંધે,અને “પરાણે” ફરિયાદ નોંધવી પડશે તો પોલીસ ધરપકડ નહિ કરે મોજ થી આગોતરા લઇને આવો ને જાઓ:મોરબી તાલુકા પોલીસની નીતિ
મોરબીમાં થોડા દિવસ પહેલા સિરામિક ફેકટરીમાં કામ કરતા કર્મચારી ને માર મારી અને ગાડી થી વારંવાર ઠોકર મારી ને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પોલીસે દસ દિવસ બાદ ભોગ બનનાર ની ફરિયાદ નોંધી હતી અને એ પણ મોરબી મીરરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ ત્યારે હવે મોરબી તાલુકા પોલીસને આરોપી ની ધરપકડ કરવામાં પણ રસ ન હોય કે પછી તેઓને જેમાં રસ છે એ રસ તેમને મળી ગયો હોય એવા પણ કારણો હોય શકે છે જેને લઈને હજુ સુધી ઉગ્ર અને ખૂંખાર માનસિકતા ધરાવતો અને પાસપોર્ટ ધરાવતો આરોપી બજારમાં ખુલ્લે આમ ફરી રહ્યો છે કોઈ પણ સમયે વિદેશ ભાગી જવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી અને એમપી ,યુપી હરિયાણા જેવા રાજ્યોમાંથી આરોપીઓને શોધી લાવતી પોલીસે રાજકોટના આરોપીને પકડી નથી શકતી.મોરબીમાં અનેક એવા પોલીસ અધિકારી છે જેને માત્ર કોઈ ટેટૂ ના આધારે આરોપીને શોધી કાઢ્યો હોય ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકના અધિકારી આરોપીના નામ ,ફોટા,એડ્રેસ,મોબાઈલ નંબર (જે હાલમાં પન ચાલુ છે) હોવા છતાં તેને શોધી નથી શકતા તો આવી સીધી તપાસ પણ ન કરી શકતા અધિકારી ને આટલું જવાબદારી ભર્યા પોલીસ મથકની જવાબદારી સોંપવી કેટલી હિતાવહ છે ?સાથે જ આ તમામ ઘટનાક્રમ વચ્ચે આ કેસમાં ચકડોળે ચડેલ મોરબી તાલુકા પોલીસ અધિકારી પણ અચાનક સિક રજા પર ઉતરી ગયા છે ત્યારે આ કેસ મામલે ઉચ્ચ સ્તરે તપાસ થવી જરૂરી છે.
ગત તા.૫ ઓગસ્ટના રોજ મોરબીમાં પીપળી રોડ પર આવેલ લેમસ્ટોન સિરામિક ફેકટરીના ભાગીદાર કાર્તિક મેઘપરા નામના આરોપીએ કંપનીમાં કામ કરતા કર્મચારી જયદીપ શેરાસિયા ને નજીવી બાબતે ઓફિસમાં ઘુસી માર માર્યો હતો અને ત્યાર બાદ કર્મચારી જ્યારે ઘરે જતો હતો ત્યારે ફરિયાદીના બાઈક ને આરોપીએ પોતાની કાર વડે વારંવાર ટક્કર મારી હતી અને ફરિયાદી કર્મચારી ને મારી નાખવાની પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટના ને બીજે દિવસે ફરિયાદીએ સીસીટીવી ફૂટેજ સાથે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી પરંતુ મોરબી તાલુકા પોલીસે માત્ર અરજી લઇને સંતોષ માની લીધો હતો સાથે જ અરજી આપ્યા બાદ પણ આરોપી કાર્તિક ફરિયાદીને ફોન કરી ને ધમકી પન આપે છે છતાં પોલીસ કાંઈ કરતી નથી.બનાવને દસ દિવસ વીતી જાય છતાં પોલીસ ફરિયાદીની ફરિયાદ લેતી નથી અને ફરિયાદીએ મોરબી મીરર નો સંપર્ક કરતા મોરબી મીરર દ્વારા સીસીટીવી ફૂટેજ સાથે સમગ્ર ઘટનાક્રમ ને પ્રકાશિત કર્યો હતો જે બાદ મોરબી તાલુકા પોલીસે તાબડતોબ ફરિયાદ નોંધી હતી.મોરબી તાલુકા પોલીસની મનમાની ની વાત અહીંયા અટકી નથી તારીખ ૫ ઓગેસ્ટ ના બનાવની ફરિયાદ ૧૭ ઓગસ્ટ ના રોજ નોંધવામાં આવે છે અને ૧૭ ઓગસ્ટ ફરિયાદ નોંધાયા બાદ આજે એટલે કે ૨૨ ઓગસ્ટ સુધી આરોપી ને પોલીસ શોધી શકતી નથી.જ્યારે આરોપી બજારમાં જ હોય અને આરોપીના ફોન પન ચાલુ હોય તેવી માહિતી સૂત્રો માંથી મળી રહી છે પરંતુ પોલીસને આરોપી મળતો નથી કે શોધવો નથી?એક વાત એવી પન છે કે આરોપીને આગોતરા જામીન માટે પોલીસ જાણી જોઈને સમય આપી રહી છે. કાર્તિક મેઘપરા નામના આરોપીએ નજીવી બાબતે ગંભીર પ્રકારે ઉગ્રતા દાખવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો તો આ ખૂંખાર આરોપી હજુ સુધી બજારમાં ફરી રહ્યો છે તેમજ આરોપી આગોતરા જમીન મેળવવા માટે પણ કાર્યવાહી કરતો હોવાની માહિતી વિશ્વસનીય સૂત્રો માંથી મળી રહી છે. ફરિયાદીની સુરક્ષાનું શું?એક વખત ફરિયાદીની હત્યા કરવાની કોશિશ કરી ચૂકેલ આરોપી ફરિયાદીની હત્યા નીપજાવી નાખે અથવા ફરીથી હુમલો કરે તો એના જવાબદાર મોરબી તાલુકા પોલીસના અધિકારીને ગણવા જોઈએ કે નહીં?આ સવાલનો જવાબ દરેક દર્શકો કૉમેન્ટ માં જણાવશો.