ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડીવાયએસપી ભાવેશ રોજીયાને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ પ્રાપ્ત થયો છે.જે પોલીસ ખાતામાં બહુ ઓછા અધિકારીઓ ને મળ્યો છે.જેમાં સૌથી વધુ ડ્રગ્સ સીઝ કરવા બદલ આ અધિકારીના સન્માન માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી. જે બાદ તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાત પોલીસમાં હિમાંશુ શુક્લાને પણ ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ મળી ચૂક્યો છે.
મહત્વનું છે કે ડીવાયએસપી ભાવેશ રોજીયાએ 920 કિલો ડ્રગ્સ સીઝ કર્યું છે. તો આ ડ્રગ્સની અત્યાર સુધી અંદાજીત બજાર કિંમત 5 હજાર કરોડથી વધુ છે. તો આ વચ્ચે ફરી ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના દરિયાકાંઠે પકડાયેલ હેરોઇનનો કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનની જેલમાંથી હેરોઇન હેરાફેરીનું આ ષડયંત્ર ચાલતું હતું. રાજસ્થાનના ગેંગસ્ટરો ડ્રગ્સ વેપાર ચલાવતા હોવાની માહિતી મળી રહી છે. આ મામલે એવી માહિતી મળી રહી છે કે, કરાચીથી મામુ નામના શખ્સે બોટમાં હેરોઇન લોડ કરાવ્યું હતુ.
હજુ બે દિવસ પહેલા જ ગુજરાતની ધરતી પર ઉતરે એ પહેલાં જ દરિયામાંથી ઝડપી પાડ્યું હતું 280 કરોડનું હેરોઇન

તાજેતરમાં જ ભારતીય જળસીમામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઑપરેશન પાર પાડીને અંદાજે 280 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડ્યું છે. ગુજરાત એટીએસ ના ડીવાયએસપી ભાવેશ રોજીયા ને બાતમી મળી હતી કે પાકિસ્તાનના ડ્રગ્ઝ માફિયા મુસ્તુફાએ ‘અલ હજ’ નામની બોટમાં પાકિસ્તાનથી કરોડોનું ડ્રગ્ઝ ગુજરાત તરફ મોકલ્યું છે. જોકે, આ ડ્રગ્ઝ ગુજરાત થઈને ઉત્તર ભારતમાં પહોંચાડવાનું હતું. આ અંગેની બાતમી પહેલેથી જ ગુજરાત એટીએસને મળી જતા કોસ્ટગાર્ડ સાથે મળીને તેમણે મધદરિયે જ આ બોટને ઝડપી પાડી હતી.કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે આ બોટને ઘેરી લેતા બોટના ચાલકે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંતે તેમને પકડી લેવામાં આવ્યા હતા. તપાસ કરતાં બોટમાંથી અંદાજે એક-એક કિલોગ્રામ વજનનાં 56 પૅકેટ મળી આવ્યાં હતાં. જેમાં હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્ઝ ઉત્તર ભારતમાં ક્યાંક મોકલવાનું હતું.
વર્ષ ૨૦૧૯ માં ૫૦૦ કરોડનું હેરોઇન ગુજરાતમાં ઘુસાડતા ૧ પાકિસ્તાની ૦૮ ઈરાની ડ્રગ્સ માફિયા ને ઝડપી પાડયા
ગુજરાત એટીએસ ડીવાયએસપી ભાવેશ રોજીયા અને ટિમ દ્વારા પોરબંદરના દરિયા માંથી 500 કરોડ નું હેરોઇન (ડ્રક્સ) ની બોટ સાથે ૧ પાકિસ્તાની તેમજ બીજા ૦૮ જેટલા ઈરાની ડ્રક્સ માફિયાઓની મધ દરિયે દબોચી લીધા હતા અને ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સ ભરેલી બોટને ઉડાડી દેવા માં આવી હતી.
રાત્રે બે વાગ્યે મધદરિયે પાર પાડ્યું હતુ ઓપરેશન
ત્યારબાદ ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ડરી લાઇન પાસે અન્ય બોટમાં આ હેરોઇન ટ્રાન્સફર કરવાના હતા. જો કે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. મહત્વનું છે કે, કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 385 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.. માહિતીના આધારે રાત્રે બે કલાકે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ડીવાયએસપી રોજીયા જ્યારે પીઆઇ હતા ત્યારે પણ વર્ષ 2007માં તેઓને ગેલેન્ટ્રી એવોર્ડ પણ મળી ચુક્યો છે જેમાં તેઓએ ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા વાહન માં ટીંગાઈ જઈને કસાઈઓ ને ઝડપી પાડ્યા હતા.
એટલે આવી તો અનેક સિદ્ધિ ઓ ડીવાયએસપી ભાવેશ રોજીયાની ફાઇલ માં છે જેને વાંચી ને થાકીશું નહિ પરંતુ એક વખત ઉભા થઈને આ અધિકારીને સેલ્યુટ કરવાનું મન જરૂર થશે.કેમ કે આજના આધુનિક યુગ માં લોકોને બાજુના ઘરમાં શુ ચાલે છે એ પણ નથી ખબર હોતી ત્યારે આ અધિકારી ને ડ્રગ્સ દુનિયાના કોઈપણ ખૂણે થી ગુજરાત તરફ આવે એટલે એટલે માલ ની ડિલિવરી લેવા કોઈ આવે કે ન આવે પણ ગુજરાત એટીએસ ના અધિકારી ભાવેશ રોજીયા અને એટીએસ ની ટિમ તેમને ઝડપી લેવા તૈયાર ઉભા હોય.