Friday, April 26, 2024
HomeGujaratટિકર અગરમાં બાળકો,સગર્ભાઓને નાસ્તો, ફ્રુટ નું કરાયું વિતરણ

ટિકર અગરમાં બાળકો,સગર્ભાઓને નાસ્તો, ફ્રુટ નું કરાયું વિતરણ

મોરબી જીલ્લા પંચાયત ICDS વિભાગ, આરોગ્ય શાખા તેમજ અગરીયા હિતરક્ષક મંચ અને હળવદ ICDS વિભાગ હળવદ મોબાઈલ હેલ્થ યુનિટ, હળવદ ટિકર રણ આંગણવાડી વર્કર બહેનોના સંયુક્ત પ્રયાસે હળવદ ટિકર અગર વિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભાઓને ગરમ નાસ્તો, ફ્રુટ અને ટી.એચ.આરનુ વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં આરોગ્યની મોબાઈલ હેલ્થ વાન દ્વારા હળવદ અગર વિસ્તારોમાં અગરિયાઓ અને બાળકોને આરોગ્ય માટે દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બી. બારૈયા, ટીકર રણ આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બિન્દુબેન, સોનલ બહેન તેમજ ટિકર રણ મોબાઈલ હેલ્થ યુનિટ ના MPHW વિપુલ ભાઈ સહભાગી બન્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!