મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ચાર ઈસમોએ મંદિરે દર્શન કરવા ગયેલ યુવકને “અહીયા કેમ આવેલ છો” તેમ કહી ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં લીલાપર રોડ સબ જેલની બાજુમાં હનુમાન મંદીર સામે રહેતો જયેશભાઇ હમીરભાઇ ખાંભલા નામનો યુવક ગત તા. ૦૭/૦૯/૨૦૨૩ ના રાત્રીના સમયે મંદીરે ગયેલ હોય ત્યારે વિક્રમભાઇ છગનભાઇ જારીયા તથા વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા નામના ઈસમોએ અહીયા કેમ આવેલ છો તેમ કહી ગાળો આપી ઢીક્કાપાટુનો મારેલ હતો અને દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડેલ અને છગનભાઇ ટપુભાઇ જારીયા તથા જેઠાભાઇ ટપુભાઇ જારીયા નામના ઈસમોએ સ્થળ પર આવીને ફરિયાદીને શરીરે તથા છાતીના ભાગે ઢીક્કાપાટૂનો મુંઢમાર મારેલ હોય અને માથાના ભાગે તથા શરીરે સામાન્ય ઇજા તથા નાકના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.









