Friday, December 27, 2024
HomeGujarat"તું કેમ મને રૂપિયા આપવાની ના પાડે છે" કહી ઇસમોનો યુવક પર...

“તું કેમ મને રૂપિયા આપવાની ના પાડે છે” કહી ઇસમોનો યુવક પર હિચકારી હુમલો

મોરબીમાં લુખ્ખા તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે “તું કેમ મને રૂપિયા આપવાની ના પાડે છે” તેમ કહી યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. તેમજ યુવકનાં મિત્ર પાસે ગૌશાળાએ જઇ ઈસમોએ તારો મિત્ર ક્યાં છે તેને આજે મારી નાખવો છે. તેમ કહી ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની ગ્રીન ચોક રામજી પાણીની શેરી ખાતે રહેતા વિરલભાઇ જગદીશભાઇ મીરાણીને ઇરફાન સતારભાઇ (રહે.જોન્સનગર લુક ફર્નિચર પાછળ મોરબી)એ તું કેમ મને રૂપિયા આપવની ના પાડે છે તેમ કહી ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી તેની પાસેની છરીથી ફરિયાદીને ડાબા પગના સાથળના ભાગે છરી નો એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ઇરફાન સતારભાઇ, સીકંદર મોવર (રહે વીશીપરા મોરબી) તથા એક અજાણ્યો માણસે ગૌશાળા જઇ ગૌશાળાએ ફરિયાળીના મિત્રને મળી કહેલ કે તારો મીત્ર વિરલ કયાં છે આજે તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!