મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. 26/03/2025 ના રોજ મોરબી ખાતે પધારી રહ્યા છે.ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને શહેરના વાવડી રોડ અને રેલવે સ્ટેશનથી વી.સી.રોડની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કારણ કે રેલવે સ્ટેશનથી વી.સી.ફાટક સુધીનો રોડ બાવીસ વર્ષ પહેલાં બન્યા હતો. જ્યારે વાવડી રોડ 2020 માં આઠ કરોડના ખર્ચે કોરોના સમયે શરૂ થયો હતો. જે છ માસમાં પૂર્ણ કરવાનો હતો જે બે વર્ષ સુધી અધૂરો રહ્યો હતો અને તેની ગુણવત્તા પણ નબળી હોવાથી રોડ તૂટી ગયો છે તેથી મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોરબીના બે રોડની મુલાકાત લઈને તફાવત જાણવા આમંત્રણ પાઠવ્યું છે. સાથે જ જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબુદીની વાત કરી રહયા છે અને આગામી તારીખ ૨૬ માર્ચના રોજ મોરબી પધારી રહયા છે. ત્યારે મુખ્યમંત્રીને મોરબી શહેરના વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આશરે બાવીસ વર્ષ પહેલા બનેલ રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો જે રોડ આજે પણ ક્યાંય તુટયો નથી. જે ગુણવતા લાયક છે ત્યારે શહેરનો વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે કોરોના સમયે વર્ષ ૨૦૨૦ માં શરૂ થયો હતો જેની છ માસની મુદત હતી જે રોડ બે વર્ષ થયા પણ અધુરો પડયો હતો. જેમાં માલ-સામાન ગુણવતાહીન નાખવામાં આવ્યા હતા. જેના પરીણામરૂપ આ વાવડી રોડ સદંતર તુટી ગયા છે. તેમજ તાજેતરમાં નિર્માણ પામેલા રવાપર રોડ અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે ગુણવતાના ચાહક મુખ્યમંત્રીને આ તમામ રોડની મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.