વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે ડ્રાઇવીંગનો ધંધો કરતા યુવકને “તુ રતા ગમારાના પેસેન્જર કેમ તોડે છે” તેમ કહી બોલાચાલી કરી ઈસમે તેના સાથીઓ સાથે મળી યુવક પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં ગઢની રાગ હનુમાન શેરી ખાતે રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા પાર્થ કમલેશભાઇ ગોહેલ નામના યુવકને પાચો મુધવા નામના ઈસમે તુ રતા ગમારાના પેસેન્જર કેમ તોડે છે. તેમ કહી ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઈસમે ફરિયાદીનો કાઠલો પકડી નીચે પાડી દઇ તેમજ હીતેષ લામકા નામના શખ્સે તેના હાથમા રહેલ લોખડના પાઇપ વતી યુવકને બન્ને પગના નળાના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ ભુપત ફાગલીયાએ તેના હાથમા રહેલ લાકડી વતી ફરિયાદીને માથાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ રતો ગમારાએ આવી ફરિયાદીને જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મૂઢ માર મારી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.