મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાની ઘટનામાં ઓરેવા કંપની તેમજ પાલિકાતંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.જેને લઇ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવાયા બાદ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી કડક કાર્યવાહી બાબતે આદેશ આપતા જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. જે બાદ આજે રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને શા માટે સુપર સિડ ન કરવી તે માટે કારણ દર્શક નોટિસ ફટકારી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી નગરપાલિકાને રાજય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને શા માટે સુપર સિડ ન કરવી તે માટે કારણ દર્શક નોટિસ ફટકારી છે. જેનો આગામી તા.25 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા નોટિસ અપાઈ છે ત્યારે આવતીકાલે હાઇકોર્ટ માં મોરબી ઝુલતા પુલ કેસ ની સુનાવણી હોય અને આજે મોરબી નગરપાલિકા ને નોટિસ ફટકારવામાં આવી છે.