મોરબી તાલુકાના નાગડાવાસ ખાતે અજિતભાઇ બદ્રિભાઇ મીયાત્રાની વાડીમાં રહેતા કવીતાબેન રસીકભાઇ ડામોર (ઉ.વ.૨૫ મુળ રહે.મધ્યપ્રદેશ)એ ગત તા-૧૭/૦૨/૨૦૨૨ ના રોજ અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેની જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટની સરકારી હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. આ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૃતકનો લગ્નગાળો ચારથી પાંચ વર્ષનો હોય અને સંતાનમાં બે બાળકો હોય અને સાસુ-સસરા સાથે રહેતા હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.