Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના જશમતગઢ ગામની પરિણીતાએ ફિનાઇલ પી કર્યો આપઘાતનો પ્રયાસ:સારવારમાં ખસેડાઈ

મોરબીના જશમતગઢ ગામની પરિણીતાએ ફિનાઇલ પી કર્યો આપઘાતનો પ્રયાસ:સારવારમાં ખસેડાઈ

મોરબીમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાના જશમતગઢ ગામે વધુ એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે ફિનાઈલ પી લેતા મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના જશમતગઢ ગામે રહેતા પરણિતા અંજનાબેન બાબુભાઈ પાંચિયાએ ગત તા.૧૫/૧૨/૨૦૨૩ ના બપોરનાં સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાની તાત્કાલિક સારવાર આરંભી દેતા મહિલાનો જીવ બચ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના ચાર વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. ત્યારે બનાવને પગલે જાત તપાસ માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ રજીસ્ટર કરી પ્રાથમિક તપાસ પોલીસ સબ ઇ્સ્પેક્ટર બી. એ.ગઢવીને સોપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!