મોરબી જિલ્લાના વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પાસેથી એક નકલી ટોલ નાકું ચાલતું હોવાનો ચોંકાવાનારો ખુલાસો થયો હતો. વાંકાનેરના વઘાસિયા પાસે આવેલા નેશનલ હાઇવે પરના ટોલ નાકાની સમાંતર એક બોગસ ટોલનાકુ બનાવવામાં આવ્યું હતું. જ્યાં ટોલટેક્સથી ઓછા દરે પૈસા ઉઘરાવીને વાહનોને જવા દેવામાં આવતા હતા. જેમાં આ નકલી ટોલનાકામાં અત્યાર સુધી ગેરકાયદેસર ઉઘરાવેલા કરોડો રૂપિયા જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે કે કેમ ?તેવા સવાલો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.
મોરબી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પાર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત કહી કે તેમની મીઠી નજરથી ચાલતા ગેરકાયદેસર ટોલ નાકાઓ ભાજપના જ કાર્યકરો મારફત ચાલતા હોય અને આમાં મોટા માથાઓ સંડોવાયેલ હોય ત્યારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય કે સંસદ સભ્ય આ બાબત કોઈ કાર્યવાહી કરવાની વાત કરશે ખરા કે પોતાના ભાજપ પક્ષના આગેવાન કાર્યકરોએ સરકારને ચૂનો લગાડેલ છે. એટલે ચૂપ જ રહેશે ? તેમજ કોંગ્રેસ દ્વારા વઘાસિયા ટોલને લઇ આક્ષેપ કરાયો હતો કે, આ નકલી ટોલ નાકા ઉપરથી અત્યાર સુધી ઉઘરાવવામાં આવેલ ગેરકાયદેસના ટોલ ટેક્ષના રૂપિયા જવાબદાર અને સંડોવાયેલ લોકો પાસેથી વસૂલવામાં આવશે ખરા ? બહુ બોલતા ઘારાસભ્ય કે સાંસદ સભ્ય આ બાબતે કાર્યવાહી કરાવશે ખરા ? પ્રજા આ બાબત જણાવા માંગે છે. તેવી જ રીતે જે કારખાનામાં રસ્તો બનાવી ગેરકાયદેસર ટોલ ટેક્ષ. ઉઘરાવતા હતા. તે કારખાનાની જમીન સીઝ કરવામાં આવશે ખરી ?
કોંગ્રેસે ભાજપને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપની સરકાર અને ભાજપના જ આગેવાન કાર્યકરો આ નકલી ટોલ ટેક્ષના ઉઘરાણા કરતા હોય અને આ લોકોએ જ સરકારની આવક બારોબર ઉઘરાવી ઘર ભેગી કરેલ હોય અને તેની ખબર પણ આ ભાજપના ધારાસભ્યને હોવા છતાં એસ.પી સાહેબ પાસે આવા ગેરકાયદેસના બનાવતી ટોલ નાકા ચલાવતા લોકો આમાં સંડોવાયેલ નથી તેવી રજૂઆત કરતા ભાજપના આ ધારાસભ્યને શરમ ન આવી ? જે સરકારનુ પ્રતિનિધિ કરો છે. એ સરકારના અઘિકારીએ કરેલ ફરિયાદ શું ખોટી છે ? તો આવા લોકોનો બચાવ કરવા જવું પડે એ પ્રજા જાણવા માંગે છે.
આ બાબત ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્ય આ લોકો સામે કડક કાર્યવાહી કરવા ક્યારે રજુઆત કરશે ? અને લૂંટીને લઇ ગયેલ રૂપિયા રિકવર કરી જમીન સીઝ કરવા આગળ આવે તેવી પ્રજા વતી કોગ્રેસ પક્ષના આગેવાન કરસનભાઈ ભરવાડ તથા ધારાભાઇ રબારી (ઘુટુ) દ્વારા માંગ કરવામાં આવી છે.