Friday, January 31, 2025
HomeGujaratહવે કડકાઈ બતાવશે મોરબી મનપા તંત્ર?:પીએમ આવાસ યોજનામાં વિધવાને મળેલ મકાન અન્યના...

હવે કડકાઈ બતાવશે મોરબી મનપા તંત્ર?:પીએમ આવાસ યોજનામાં વિધવાને મળેલ મકાન અન્યના નામે ટ્રાન્સફર થઈ ગયું!તપાસ માટે રજૂઆત કરાઈ

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા ભ્રષ્ટાચાર થયાની આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં એક વિધવા મહિલાને ફાળવવામાં આવેલું મકાન કોઈપણ નોટિસ આપ્યા વગર અન્ય વ્યક્તિને આપી દેવામાં આવ્યું છે અને મકાનની સનદ અને વીજ મીટરમાં પણ નામ બદલી મહિલાના નામે મકાન હોવાના તમામ પુરાવા નાબૂદ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પીએમ આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે આજે સામાજિક કાર્યકરો ને સાથે રાખીને લાભાર્થી મહિલાએ રજૂઆત કરી હતી જે અંગે અરજદાર મહિલા મનીષા બેન રાઠોડ એ જણાવ્યું છે કે ૨૦૧૮માં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળ્યું હતું, જે તેમના પતિના નામે હતું હાલ તેમના પતિનું અવસાન થયું છે, છેલ્લા દોઢ વર્ષથી મકાન કોઈ બીજાને આપી દેવાયું છે ત્યારે નગરપાલિકાએ ધક્કા ખાય છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે સામાજિક કાર્યકરોને સાથે રાખી મનપા કમિશ્નરને રજુઆત કરી છે, ત્યારે કમિશ્નર દ્વારા આઠ દિવસ સુધીમાં સમસ્યાના હલ માટે આશ્વાસન અપાયું છે, હાલ મહિલા અરજદાર દ્વારા ચીમકી ઉચ્ચારી છે કે દિવસ આઠમા કોઈ ઉકેલ નહીં આવે તો તે આપઘાત કરશે.

ત્યારે હવે જોવું રહ્યું કે દબાણ હટાવવા માં શૂરાતન બનેલ મનપા તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે?તપાસ કરે છે કે કેમ?તપાસ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી થાય છે કે પછી ઘી ના ઠામ માં ઘી પડી જશે તે આગામી સમયમાં જ જાણવા મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!