હળવદ તાલુકાના ચરાડવા ગામે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પરીવર્તન યાત્રા આવી પહોંચી મોટીસંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો.રાજલ માતાજી ના દર્શન કરી આગામી ચૂંટણીમાં વિજયી બનવાની મનોકામના વ્યક્ત કરવામાં આવી હતી. હળવદ તાલુકાના ચરાડવા ગામે આપ ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુંદાન ગઢવી મનસુખભાઈ પટેલ સહિતના આગેવાનો ની ઉપસ્થતી જાહેર સભા યોજાઈ હતી.
આ તકે આપ ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુંદાન ગઢવી એ જણાવ્યું હતું કે લોકો જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને પરિવર્તનની જરૂરિયાત છે ત્યારે આ યાત્રા રોજ ત્રણ વિધાનસભા માં ફરસે અને આ દરમિયાન લોકોને જાગૃત કરવામાં આવે છે અને દિલ્હી પંજાબ ની જેમ મોરબી જિલ્લામાં માં પણ સારી સ્કૂલ મળે સારી હોસ્પિટલ મળે તે માટે આમ આદમી પાર્ટીને મત આપજો અને આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ૧ માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે અને મોરબી જિલ્લામાં માં વિકાસ દેખાતો નથી અને આપ ને એક મોકો મળશે તો મોરબી જિલ્લાના આલીશાન બનાવવામાં આવશે.જાહેર સભા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.હળવદ તાલુકાના આપ ના આગેવાનો હીતેશ ભાઈ વરમોરા, મનસુખભાઈ પટેલ.વિપુલભાઈ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.