Friday, November 15, 2024
HomeGujaratમોરબીમાં 1000 બેડની વ્યવસ્થા કરાઈ આવતીકાલથી કોવિડ સેન્ટરો શરૂ કરાશે

મોરબીમાં 1000 બેડની વ્યવસ્થા કરાઈ આવતીકાલથી કોવિડ સેન્ટરો શરૂ કરાશે

મોરબીમાં કોરોનાને લઈને બેડની જગ્યા નથી તેવામાં સીરામીક યુનિટના શ્રમિકો બીમાર પડતા ફેકટરી માલિકે પોતાના શેડમાં શ્રમિકોને સારવાર આપી માનવતાં મહેકાવવામાં આવી હતી સાથે જ અન્ય ઉદ્યોગકારોને પણ અપીલ કરી શ્રમિકોને ટેસ્ટ કરાવવા જણાવ્યું છે તો બીજી બાજુ તંત્ર દ્વારા પણ વેકસીન અને કોવિડ સેન્ટરો બે દિવસમાં કાર્યરત કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે તો બીજી બાજુ કોવિડ પોઝિટિવ દર્દીઓથી સિવિલ અને ખાનગી હોસ્પિટલોન બેડ ફૂલ થઈ ગયા છે જેના પગલે લોકોને મજબૂર થઈને રાજકોટ સારવાર અર્થે જવું પડે છે આવા સમયે મોરબી ના કેપશન સીરામીક ના શ્રમિકોને તાવ શરદીના કોરોના લક્ષણો દેખાતા જ ફેકટરી માલિક અરુણભાઈ એ તુરંત કોરોના ટેસ્ટ કરાવી શ્રમિકોને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી જેમાં તમામ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા પરંતુ એમ છતાં શ્રમિકોને નબળાઈ જણાતાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરન્તુ બેડની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અરૂણ ભાઈએ કેપશન સીરામીક ના શેડમાં જ તમામ શ્રમિકોને બાટલા ચડાવવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી સાથે જ અન્ય ઉદ્યોગકારોને પણ તેના શ્રમિકોને ટેસ્ટ કરાવવા અને આ મહામારીમાં માનવતા મહેકવવા અને નૈતિક ફરજ નિભાવવા અપીલ કરી છે.
આ સારવાર નો વિડીયો વાયરલ થતા મોરબી અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા તુરંત કાર્યવાહી કરી તમામ દર્દીઓની માહિતી મેળવવામાં આવી હતી જેમાં બધા જ કોરોના નેગેટીવ હોવાનું જાણવા મળતા તંત્ર એ રાહતનો દમ લીધો હતો જો કે હાલ બે દિવસથી મોરબીમાં કોવિડ 19 નું સંક્રમણ વધતું જઈ રહ્યું છે જેના પગલે તંત્ર પણ એકશન મોડમાં છે ત્યારે જીલ્લા કલેકટર દ્વારા 144 ની કલમ લગાવી દેવામાં આવી છે અને ચારથી વધુ વ્યક્તિઓને ભેગા થવા તેમજ રાત્રીના નવ વાગ્યા બાદ બહાર ન નીકળવા અને ચા લારી અને પાનના ગલ્લાઓ પર પણ રાત્રીના નવ પછી પ્રતિબંધ લાગડતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં કોવિડ ટેસ્ટ વધારવામાં આવશે અને વધુ બેડની વ્યવસ્થા કરવા તંત્રએ કામગીરી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!