Wednesday, January 15, 2025
HomeGujaratવિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે મોરબીમાં મતદારયાદી સુધારણા કાર્યવાહી શરૂ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે મોરબીમાં મતદારયાદી સુધારણા કાર્યવાહી શરૂ

મતદારયાદી સુધારણા ઝુંબેશનો જાહેર જનતાને વધુ ને વધુ લાભ લેવા જિલ્લા કલેક્ટરની અપીલ

- Advertisement -
- Advertisement -

મોરબી: વિધાનસભા ચૂંટણી નજીક આવતા હવે મતદાર યાદી સુધારણાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જેમાં તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આગામી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુનઃ ગોઠવણી મતદારોની વિગતોમાં પુનરાવર્તન દૂર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ ઇપિક સબંધી પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધી ફોર્મેટ-૧ થી ૮ તૈયાર કરવા તથા ૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણીયાદીઓ અને મુસદ્દા મતદારયાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવશે અને સબંધિત હક્ક-દાવા તથા વાંધા અરજી તા.૧૨/૦૮/૨૦૨૨ થી ૧૧/૦૯/૨૦૨૨ રજૂ કરી શકશે. આ હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે.

તા.૪/૧૦/૨૦૨૨ સુધીમાં મતદારયાદીમાં હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહે છે તથા ડેટાબેઝ અદ્યતન કરવાની તથા પૂરવણી યાદીઓ જનરેટ કરવાની રહે છે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦/૧૦/૨૦૨૨ ના રોજ કરવામાં આવશે. ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો EIC દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે .

જે લોકોને બુથ પર ન જવું હોય તે લોકો NVSP, VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવી શકશે. જેથી ઉક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અને તંદુરસ્ત મતદારયાદી તૈયાર થાય તે માટે જિલ્લા કલેક્ટર-મોરબી જે.બી. પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!