દરેક સમાજ ના લોકો ની દુવા થી વર્તમાન સમયે ચિ.ખુશ “ખુશખુશાલ”
હળવદ ના ગિરનારીનગર વિસ્તાર માં રહી કર્મકાંડ ના વ્યવસાય થકી પોતાનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગીય ચંદ્રકાન્ત પંડ્યા ના એક ના એક બાળક ખુશ પંડ્યા ને થેલેસીમિયા મેજર નામ ની ગંભીર બીમારી હતી જેના કારણે દર પંદર દિવસે ખુશ ને લોહીની બોટલ ચડાવવી પડતી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચાલતા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ખુશ ની હળવદ RBSK ડૉ. ચાંદની કગથરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ત્યાર બાદ વધુ સારવાર અને તપાસ માટે સરકારી ખર્ચે સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરવામાં આવેલ અને ત્યાં ફરજ પર ના થેલેસિમિયા રોગ માટે ના નિષ્ણાંત તબીબ ડૉ.સંદીપ શાહ દ્વારા ખુશ ની તપાસ કરવામાં આવી હતી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે સલાહ આપી હતી જે ઓપરેશન માટે અને ઓપરેશન પછી તમામ ખર્ચ ગુજરાત સરકાર ના શાળા આરોગ્ય કાર્યક્રમ યોજના થકી મળવા પાત્ર હતો પરંતુ સ્ટેમ્પ સેલ તેના માતા પિતા ના મેચ ન થયા હોવાથી સ્ટેમ્પ સેલ માટે અંદાજે ૧૧,૦૦,૦૦૦ જેટલી માતબર રકમ નો ખર્ચ કરવાનો હોય જે ખર્ચ ને પહોંચી વળવા ખુશ પંડ્યા નો પરિવાર સક્ષમ ન હોઈ ત્યારે આ વાત ની જાણ સમસ્ત હળવદ યુવા ગ્રુપ ને થતા સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાત ના પ્રખ્યાત કલાકારો એ નિઃશુલ્ક સેવા આપી હતી અને હળવદ સહિત ગુજરાત ભર ના તમામ સમાજ ના લોકો એ તન મન ધન થી થેલેસીમિયા ગ્રસ્ત બાળક ની સારવાર માટે તન મન ધન થી સહકાર આપ્યો હતો અને સ્ટેમ સેલ માટે ઉદાર હાથે સહાય કરી અને ખુબ જ સહકાર આપ્યો હતો અને ત્યારબાદ ખુશ પંડ્યા નું બોન મેરો ટ્રાન્સપ્લાન નું ઓપરેશન સિવિલ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઓપરેશન પછી ની સારવાર માટે ૯ થી ૧૦ મહિના માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખુશ ને ICU માં દાખલ રાખવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સ્વસ્થ થતા તેને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી અને અત્યારે હળવદ નો માસૂમ બાળક ખુશ અત્યારે થેલેસીમિયા ની બીમારી માંથી બહાર નીકળી અને એકદમ સ્વસ્થ છે છેલ્લા ૧૧ મહિના થી ખુશ ને લોહી ની બોટલ પણ ચડાવી નથી પડતી અને તેનું હિમોગ્લોબીન પણ ૧૩% ઉપર છે ત્યારે ખુશ એકદમ સ્વસ્થ થઈ જતા ખુશ ના માતા પિતા એ સારી સારવાર માટે ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ અને આ કટોકટી ના સમયે સહકાર આપેલ તમામ સમાજ ના નાગરિકો અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન ભટ્ટી , જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય શાખા , RBSK ટિમ , કલાકાર મિત્રો , સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રો સહિત નામી અનામી લોકો જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્ય માં સહકાર આપ્યો છે તે તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો