Thursday, December 26, 2024
HomeGujaratમાળીયાના યુવકની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી રૂ. 26,000ની ઉઠાંતરી : ફરીયાદ નોંધાઈ

માળીયાના યુવકની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી રૂ. 26,000ની ઉઠાંતરી : ફરીયાદ નોંધાઈ

માળીયા (મી.)ના ખાતેદારના એક્સીસ બેંકનાં એકાઉન્ટ માંથી તેની જાણ બહાર અજાણ્યા ભેજાબાજ શખ્સે રૂ. 26,000 ઉપાડી લીધા છે, આ બનાવ અંગે યુવક દ્વારા મોરબીના સાયબર ક્રાઇમ વિભાગમાં લેખીત ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.)માં રહેતા અકબરભાઈ યુનુસભાઈ ભટ્ટી મો૨બીમાં જુના મહાજન ચોકમાં આવેલ એકસીસ બેન્ક લિ.માં બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતામાંથી તેમની જાણ બહાર અને ગેરકાનુની રીતે ગત તા. 20 ઓક્ટોબરના રોજ રૂ. 26,000 વીથડ્રો થયેલ છે. આ ડિસ્પ્યુટેડ ટ્રાન્ઝેક્શનનું એટીએમ લોકેશન બિહારનું છે. આમ, અજાણ્યા શખ્સે ATMના માધ્યમથી એક જ દિવસે રૂ. 10,000 – 10,000 અને રૂ. 6000 એમ ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 26,000 છેતરપિંડીથી ઉપાડી લીધા છે. આ અંગે યુનુસભાઈ દ્વારા મોરબીના સાયબર ક્રાઇમ વિભાગમાં લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!