મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજ સાંજે ના સમયે એક આદિવાસી મહિલા પોતાના નવજાત બાળકને મૃત હાલતમાં લઈને આવી હતી ત્યાર બાદ હોસ્પિટલ ના સ્ટાફને હમણાં આવું એવું કહીને મહિલા પાછી આવી ન હતી.
આ બાબતે સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ખાનપર ગામથી એક સુનિતાબેન રામુ (ઉ.વ.૨૭)નામની આદિવાસી મહિલા આ મૃત બાળકને લઈને આવી હતી ત્યાર બાદ તે બહાનું કરીને જતી રહી અને પાછી ફરી મ હતી જેથી હવે સિવિલ હોસ્પીટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરી હતી જેથી આ મહિલા કોણ હતી અને આ મૃત બાળકને મૂકીને ચાલ્યા જવાના કારણો અંગે વધુ માહિતી પોલીસ તપાસ બાદ જાણવા મળશે.