Thursday, April 9, 2026
HomeGujaratહળવદના જુના અમરાપરમાં શેરીમાં રમતા બાળકો બાબતે મહિલા અને વૃદ્ધા પર હુમલો

હળવદના જુના અમરાપરમાં શેરીમાં રમતા બાળકો બાબતે મહિલા અને વૃદ્ધા પર હુમલો

પાડોશીએ લોખંડના પાઈપથી માર મારતા બંને ઈજાગ્રસ્ત, પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના જુના અમરાપર ગામે શેરીમાં રમતા બાળકો બાબતે પાડોશી શખ્સ દ્વારા મહિલા અને તેમના સાસુ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. બનાવમાં બંનેને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા વનીતાબેન ભરતભાઈ જાંબુકીયા ઉવ.૩૦ એ આરોપી શંકર પ્રેમજીભાઈ જાંબુકીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૭/૦૪ના રોજ વણીતાબેનના બંને દિકરાઓ શેરીમાં રમતા હતા ત્યારે આરોપી પાડોશી શંકરભાઈ પ્રેમજીભાઈ જાંબુકીયાએ તેમને રમવા બાબતે ઠપકો આપ્યો હતો અને લોખંડના પાઈપ સાથે તેની પાછળ દોડ્યા હતા. આ દરમિયાન દેકારો સાંભળી વનીતાબેન બહાર આવતા આરોપી સાથે બોલાચાલી થઈ હતી. જેના પગલે આરોપી ઉશ્કેરાઈ જઈ વનીતાબેનને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો, ત્યારે તેમને બચાવવા આવેલા તેમના સાસુ લાભુબેનને પણ કોણીના ભાગે પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. બનાવ બાદ આસપાસના લોકો ભેગા થતા આરોપી ગાળો આપી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર વનીતાબેનની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!