મોરબી શહેરના વજેપર શેરી નં.૨૪ માં રહેતી મહિલા પોતાના રહેણાંક મકાનમાં દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો રાખી તેનું વેચાણ કરે છે, તે પ્રકારની મળેલ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે મહિલાના મકાનમાં રેઇડ કરતા, જ્યાં રેઇડ દરમિયાન આરોપી જીગુબેન હકાભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતો ઠંડો આથો લીટર ૧૦૦ કિ.રૂ.૨,૦૦૦/- મળી આવ્યો હતો, જેથી તુરંત મહિલા આરોપીની અટક કરી તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.