મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રંગપર ગામની સીમમાં આવેલ તળાવની પાસે રેઇડ કરતા જ્યાં બાવળની કાંટમાંથી ૩૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મહિલા આરોપીની અટક કરવામાં આવી છે, જ્યારે દેશી દારૂ આપનાર સહ આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા, પોલીસે તેને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે, રંગપર ગામની સીમમાં તળાવ પાસે ઝૂંપડામાં રહેતા દંપતી દ્વારા દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમ દ્વારા તળાવની પાસે રેઇડ કરતા, જ્યાં બાવળની કાંટમાં છુપાવી રાખેલ પ્લાસ્ટિકના નાના-મોટા બાચકામાંથી ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦,૦૦૦/-મળી આવ્યો હતો. આ સાથે મહિલા આરોપી હકુબેન સુરાભાઈ ઉર્ફે સૂર્યાભાઈ હીરાભાઈ માથાસૂરીયા ઉવ.૪૫ ની અટક કરવામાં આવી છે, દરોડા દરમિયાન દંપતી પતિ એવા સહઆરોપી અને દેશી દારૂ આપનાર આરોપી સુરાભાઈ ઉર્ફે સૂર્યાભાઈ હીરાભાઈ માથાસૂરીયા હાજર નહિ મળી આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. હાલ તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.