મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર ભક્તિનગર સોસાયટીના નાકા પાસે એક મહિલા થેલીમાં કઈક છુપાવતી હોય તેમ શંકાસ્પદ ગતિવિધિમાં જોવા મળતા, બી ડિવિઝન પોલીસ ટીમે તેને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર વ્હિસ્કીની ૧૮૦મીલી. ની પ્લાસ્ટિકની ૭ બોટલ કિ.રૂ.૩,૬૧૨/- મળી આવી હતી, જેથી તુરંત મહિલા આરોપી કવિતાબેન ઉર્ફે કૈલાશબેન કિરણભાઈ કેશુભાઈ ચાવડા ઉવ.૩૦ રહે. હાલ ઇન્દિરાનગર ભક્તિનગર સોસાયટી શેરી નં. ૪ મોરબી-૨ મૂળ રહે. નાગડાવાસ તા.જી.મોરબીની અટક કરવામાં આવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે મહિલા આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.