મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા શહેરના જોન્સનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન વિદેશી દારૂની ૬ બોટલ સાથે મહિલા બુટલેગરની અટક કરવામાં આવી હતી. જ્યારે વિદેશી દારૂના વેચાણમાં મુખ્ય આરોપી પોલીસના દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને આ કેસમાં ફરાર દર્શાવી એલસીબી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે વાવડી રોડ ઉપર રહેતો અલ્તાફ ઉર્ફે રાજાએ જોન્સનગરમાં હમીદાબેનના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ છે, જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત હમીદાબેનના રહેણાંક મકાનમાં રેઇડ કરતા પોલીસે સ્થળ ઉપરથી બ્રાન્ડેડ વિદેશી દારૂની ૬ બોટલ કિ.રૂ.૧૫,૬૦૦/- ઝડપી લીધી હતી. આ સાથે પોલીસે મહિલા આરોપી હમીદાબેન અસગરભાઈ જેડા ઉવ.૩૫ ની અટક કરી હતી, જ્યારે મહિલા આરોપીની સઘન પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો તેમના ભાઈનો દીકરો આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે. વાવડી રોડ કેનાલની બાજુમાં મોરબી વાળો અહીં વેચાણ અર્થે મૂકી ગયેલ હોય અને બન્ને સાથે મળી વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાનું જણાવેલ, હાલ પોલીસે આરોપી અલ્તાફ ઉર્ફે રાજાને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.