મોરબી શહેર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ વિસ્તારમાં શેર નં. ૮ માં એક મહિલા શંકાસ્પદ હાલતમાં એક થેલો લઈને ઉભેલ હોય, જેથી પોલીસે તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણ શીલપેક બોટલ કિ.રૂ.૯૦૦/- મળી આવતા, આરોપી જરીનાબેન સલીમભાઈ ગુલામહુશેન ભટી ઉવ.૩૪ રહે. લાતી પ્લોટ શેરી નં. ૮ મોરબીવાળીની અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે એ ડિવિઝન પોલીસ મથક ખાતે આરોપી મહિલા વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.