હળવદ તાલુકાના માથક ગામે ૪૮ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
હળવદ તાલુકાના માથક ગામે રહેતા ૪૮ વર્ષીય નીતાબેન અરજણભાઈ ચાવડાએ ગઈકાલ તા. ૨૮/૧૦/૨૦૨૫ના રોજ પોતાના રહેણાંક મકાનમાં કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા મૃતકને તાત્કાલિક ચરાડવા સી.એચ.સી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી નીતાબેન મૃત્યુ નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.









