વાંકાનેર તાલુકાના પલાસડી ગામમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે, જેમાં પલાસડી ગામે રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઇ પરમાર ઉવ.૩૭ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં પાણી ચડાવવાની ઇલેક્ટ્રીક મોટર પાસે હતા. આ દરમિયાન મોટરને અડતા અચાનક શોર્ટ લાગતાં તેમને વીજશોક લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર તબીબ દ્વારા મરણ ગયા અંગેનું જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે.









