વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ પર આવેલી પીર મશાયખ હોસ્પીટલમાં થોડા દિવસો પહેલા હોંમયોપેથિક મહિલા ડોકટરે પોતાના સાસરિયાના ત્રાસ અને માથાકૂટ થી કંટાળી જઈ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો જેમાં ડોકટર પતિએ જેર આપી ગળેટુપો દઈ ઘરમાં ટાંગી દીધા હોવાના મૃતક મહિલના માતા પિતાએ આરોપ લગાવતા ચકચાર મચી ગઇ છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ પર આવેલી પીર મશાયખ હોસ્પીટલમાં બીજા માળે રહેતા અને હોમયોપેથીક ડોકટર તરીકે ફરજ બજાવતા જાનકીબેન રંજનીભાઈ તોરી (ઉ.વ 33)ને ઓર્થોપેડિક વિભાગમા જ ફરજ બજાવતા તેના પતિ રજનિકભાઈ સુરેશભાઇ તોરી સાથે દશેક દિવસથી ડખ્ખો ચાલતો હતો. આ દરમિયાન ડોકટર દંપતી વચ્ચે ઝગડો ઉગ્ર બની ગયો હતો. ઘરકંકાસ અંગે મહિલા ડોકટર જાનકીબેનની માતા લતાબેન અને તેના ભાઈ સુનિલ, પિતા મનસુખભાઇએ મામલો થાડે પાડ્યો હતો. આ દરમિયાન માથાકૂટ થી કંટાળી જઇ ડો. જાનકીબેન રજનીકભાઈ વોરા(ઉ.વ.34)એ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.જે અંગે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ગોકુળ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા જાનકીબેને સારવાર દરમિયાન હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા.
જાનકીબેનના મૃત્યુના સમાચાર સાંભળી પોસ્ટમોર્ટમ રુમે પરિવારજનો અને તબીબો દોડી આવ્યા હતા આ તકે જાનકીબેનના પિતાએ અને જાનકીબેનના માતા લતાબેન ગોરવાડીયાએ જણાવ્યુ હતું કે મારી પુત્રી જાનકીએ જણાવ્યુ હતું કે દેયર સંદીપ અને સાસુ ઇન્દુબેન તથા સંજયભાઈ-પુષ્પાબેન સહિતનોઓનો અસહ્ય ત્રાસ આપતા હતા.તેમને વધુમાં જણાવ્યું જે અમેને શંકા છે મારી પુત્રીને તેના ઓર્થોપેડિક ડોકટર પતિએ ઝેર આપ્યા બાદ ગળેદુપટો આપી ટાંગી દીધી છે.ખાનગી હોસ્પિટલના ડોકટરે પણ શંકા વ્યક્ત કરી છે. જેથી રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પી.એમ કરાવ્યુ છે.
આ અંગે સ્થાનિક પોલીસે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ પહોંચી મૃતક જાનકીબેનના પિતા ડો.મનસુખભાઈ અને માતા લતાબેનના નિવેદન પરથી સાસરિયાઓ સામે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.