Wednesday, January 1, 2025
HomeGujaratમોરબીના બેલા ગામ નજીક ટ્રક ટ્રેઇલરે એકટીવા મોપેડને સાઈડથી ઠોકરે ચડાવતા મહિલા...

મોરબીના બેલા ગામ નજીક ટ્રક ટ્રેઇલરે એકટીવા મોપેડને સાઈડથી ઠોકરે ચડાવતા મહિલા ચાલકનું મોત

મોરબી શહેરના દરબારગઢ વિસ્તારમાં રહેતા મહિલા પોતાનું એકટીવા મોપેડ લઈ બેલા ગામ ખોખરા હનુમાનધામ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રસોઈ કરવા જતાં હોય ત્યારે બેલા નજીક ટ્રક ટ્રેઇલરે એકટીવાને સાઈડમાંથી હડફેટે લેતા એકટીવા સહિત મહિલા ચાલક રોડ ઉપર પડી ગયા હતા ત્યારે ટ્રક ટ્રેઇલરનો પાછળનો ટાયરનો જોટો મહિલા ચાલકના પગ ઉપર ફળી વળતા ગંભીર ઇજાને કારણે સારવાર મળે તે પૂર્વે મહિલા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ બાદ ટ્રક ટ્રેઇલરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો. હાલ પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ જામનગર જીલ્લાના માધાપર સામપર ગામના વતની હાલ મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલ દેરાસર વાળી શેરીમાં રહેતા કેતનગીરી ભીમગર ગોસાઈ ઉવ.૫૩ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૦૮-વાય-૭૧૩૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૦૬/૧૦ ના રોજ કેતનગીરીના પત્ની મીનાબેન કે જેઓ બેલા ગામ નજીક ખોખરાધામ રોડ ઉપર એડમીન સીરામીક નામના કારખાનામાં રસોઈ બનાવવાની નોકરી કરતા હોય જેઓ સવારે નવ વાગ્યે પોતાના ઘરેથી એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એજી-૫૨૬૭ લઈને રસોઈ બનાવવાના કામ અર્થે જવા નીકળેલ ત્યારે બેલા ગામ નજીક શંભુ ડેકોર કારખાના સામે પહોંચ્યા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી મીનાબેનને એકટીવા સાથે સાઈડમાંથી હડફેટે લીધા હતા જેથી મીનાબેન રોડ ઉપર પડી બાટા ટ્રક ટ્રેઇલરના પાછળનો ટાયરનો જોટો મીનાબેનને પગ ઉપર ફળી ગયો હતો. જેથી તેને પગમાં ગંભીર ઇજા પહોંચી હોય ત્યારે મીનાબેનને બેભાન હાલતમાં ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મીનાબેનને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો, હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!