મોરબીના બેલા ગામ નજીક આવેલ માટીના કારખાનામાં કામ કરતા સમયે ઇલેક્ટ્રિક શોક લાગતા શ્રમિક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ સોમનાથ મિનરલ્સ નામના માટીના કારખાનામાં રહેતા વંતાબેન દિપકભાઇ રાઠવા ઉવ.૩૧ કે જેઓ ગઈકાલ તા.૦૨/૦૭ના રોજ કારખાનામાં કામ કરતા હોય ત્યારે અકસ્માતે ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જેથી તેમની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે અકાળે મૃત્યુ અંગે અ.મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.