જાણવા મળતી વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નવા LRD તરીકે હાલ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા નિતું નટવરભાઈ પરમાર નામની મહિલા એલઆરડીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ લાઈનના ક્વાર્ટરમાં આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પૂર્વે જ તેણીને પોસ્ટીંગ અપાયું હતું. બનાવની જાણ થતાં મોરબી પોલીસ એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે જ્યારે મહિલા લોકરક્ષકનાં આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે.